GSTV
World

Cases
2894274
Active
2168592
Recoverd
344056
Death
INDIA

Cases
77103
Active
57721
Recoverd
4021
Death

ભારતનાં સમર્થનમાં શ્રીલંકા, કહ્યું આંતકવાદનાં કારણે કોઈ ખેલાડી પાકિસ્તાન જવા નથી ઈચ્છતું

શ્રીલંકાની ક્રિકેટ ટીમના 10 ખેલાડીઓએ પાકિસ્તાન પ્રવાસે જવા માટે કર્યો હતો ઈનકાર. ત્યારે તે મામલે પાકનાં એક મંત્રીએ ભારત વિરુદ્ધ કર્યો હતો બફાટ. ત્યાર બાદ શ્રીલંકાના રમત ગમત મંત્રીએ પાકિસ્તાનના મંત્રીના નિવેદનનો જવાબ આપતા કહ્યુ છે કે, ખેલાડીઓ પર ભારતે કોઈ દબાણ નથી કર્યુ બલ્કે પાકિસ્તાન જવા નહી માંગતા ખેલાડીઓને આતંકવાદી હુમલાનો ડર લાગી રહ્યો છે.

શ્રીલંકાના રમત ગમત મંત્રી હરિન ફર્નાન્ડોએ પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે શ્રીલંકાના ક્રિકેટરો પર ભારતે પાકિસ્તાનમાં નહી રમવા દબાણ કર્યુ હોવાની વાત સાવ ખોટી છે.કેટલાક ખેલાડીઓએ 2009માં શ્રીલંકન ટીમ પર થયેલા આતંકવાદી હુમલા બાદ પાકિસ્તાન પ્રવાસે નહી જવાનો નિર્ણય લીધો છે.આ નિર્ણયનુ અમે સન્માન કરીએ છે.જોકે તેમની જગ્યાએ પસંદ થયેલા ક્રિકેટર પાકિસ્તાનને પાકિસ્તાનમાં જ હરાવશે તેવી અમને આશા છે.

ચૌધરી ફવાદ આ નિવેદન આપ્યા બાદ ફરી સોશ્યલ મીડિયા પર ટાર્ગેટ બન્યા

ઉલ્લેખનીય છે કે, 2009માં પાકિસ્તાન પ્રવાસ દરમિયાન શ્રીલંકાની ટીમ પર આતંકી હુમલો થયો હતો.જેમાં ખેલાડીઓનો ચમત્કારિક બચાવ થયો હતો.એ પછી કોઈ ટીમ પાકિસ્તાનમાં જવા તૈયાર નથી. હવે શ્રીલંકાની ટીમ પાક પ્રવાસે જવાની છે પણ મલિંગા, મેથ્યુસ જેવા સિનિયર ખેલાડીઓ તેમાં જોડાવા માંગતા નથી.

READ ALSO

Related posts

રમતપ્રધાન કિરણ રિજીજુનો ખુલાસો, નજીકના ભવિષ્યમાં દેશમાં કોઈ રમત સ્પર્ધા નહીં યોજાય

Mansi Patel

ભારત વિરુદ્ધની ટેસ્ટ શ્રેણીમાં આ ઓસ્ટ્રેલિયન બોલરને લાગી રહ્યો છે ડર, પૂજારાને આઉટ કરવાની તરકીબ શોધવી પડશે

Ankita Trada

ઈંગ્લેન્ડના આ ખેલાડીએ ક્રિકેટની સાથે સાથે ફૂટબોલમાં પણ કરી હતી કમાલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!