GSTV

પાકિસ્તાનને પછાડીને શ્રીલંકાએ T-20 સીરીઝમાં રચ્યો ઈતિહાસ

શ્રીલંકાએ 3 મેચોની ટી-20 સિરીઝમાં અજેય કૂચ કરી છે. જેમાં હેમેન ઓફ ધ મેચ ભાનુકા રાજપક્ષે એ 77 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. શ્રીલંકાઈ ટીમે સોમવારે લાહોરમાં રમાયેલી બીજી ટી-20 મેચમાં યજમાન પાકિસ્તાને 35 રનોને હરાવીને સિરીઝ પોતાના નામે કરી હતી. મેન ઓફ ધ મેચમાં પોતાની કરિયરની બીજી મેચ રમી રહેલા ભાનુકા રાજપક્ષે (77) રનની ધમાકેદાર અડધી સદી ફટકારીને ત્યાર બાદ (25-4)ની શાનદાર બોલિંગનાં દમ પર પોતાની ટીમને જીત અપાવી હતી.

પાકિસ્તાન ટીમની હાલત છે ખરાબ

ટી -20 માં ટોચની ક્રમાંકિત પાકિસ્તાની ટીમે 2019 માં અત્યાર સુધીમાં 6 મેચ રમી છે અને 5 માં હારનો સામનો કરવો પડ્યો છે. ગયા વર્ષે, પાકિસ્તાની ટીમે 19 માંથી 17 મેચ જીતી હતી, જ્યારે 2017 માં તેણે 10 માંથી 8 મેચ જીતી હતી. શ્રીલંકાએ વર્તમાન સીરીઝની પહેલી મેચમાં પાકિસ્તાનને 64 રનથી હરાવ્યું હતું અને હવે તેઓ બીજી મેચ જીતીને ત્રણ મેચની ટી -૨૦ સિરીઝમાં અણનમ 2-૦ની લીડ મેળવી ચૂક્યા છે. બંને ટીમો વચ્ચે ત્રીજી અને અંતિમ મેચ ગુરુવારે એક જ સ્ટેડિયમમાં રમાશે.

શ્રીલંકાએ ગદાફી સ્ટેડિયમમાં ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરીને છ વિકેટ પર 182 રનનો મજબૂત સ્કોર બનાવ્યો

શ્રીલંકાએ ગદાફી સ્ટેડિયમમાં ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરીને છ વિકેટ પર 182 રનનો મજબૂત સ્કોર બનાવ્યો હતો. જ્યારે પાકિતાનની ઈનિંગ 147 રન પર ઓલ આઉટ થી ગઈ હતી. જ્યારે હસરાંગાએ ઇનિંગની આઠમી અને બીજી ઓવરમાં અહેમદ શહજાદ (13), કેપ્ટન સરફરાઝ અહેમદ (26) અને ઉમર અકમાલ (0) ની વિકેટ ઝડપી હતી. જો કે આ પછી, ઇમાદ વસીમ (47) અને આસિફ અલી (29) એ છઠ્ઠી વિકેટ માટે 75 રનની ભાગીદારી કરીને પાકિસ્તાનને મેચમાં પાછા લાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ ઇસુરુ ઉદનાએ વસીમને આઉટ કરીને આ ભાગીદારી તોડી હતી. શ્રીલંકા વિરુદ્ધ છઠ્ઠી વિકેટની ભાગીદારી માટે પાકિસ્તનની સૌથી મોટી ભાગીદારી છે.

READ ALSO

Related posts

ભાજપે ડો. સંજયસિંહ, અગ્રવાલને લટકાવી દીધા, હવે ભારોભાર થતો હશે પસ્તાવો

pratik shah

IPL 2020/ મુંબઈની પ્લે ઓફમાં ધમાકેદાર એન્ટ્રી, RCBને 5 વિકેટે હરાવ્યું

Pravin Makwana

વડાપ્રધાનને પણ શાંતિથી ઉંઘવા નથી દેતી મોંઘવારી, ઓછો પગાર હોવાના કારણે પદ છોડવાનું વિચારી રહ્યા છે PM

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!