Last Updated on April 8, 2021 by Pravin Makwana
શ્રીલંકામાં સૌંદર્ય સ્પર્ધા દરમિયાન સ્ટેજ પર વિજેતાને લઈને વિવાદ થયો હતો. મિસિસ શ્રીલંકાનો તાજ પહેરાવવામાં આવ્યા પછી વિજેતાનું નામ અચાનક બદલવામાં આવ્યું.
સ્ટેજ પર વિવાદ

શ્રીલંકામાં સૌંદર્ય સ્પર્ધા દરમિયાન સ્ટેજ પર વિજેતાને લઈને વિવાદ થયો હતો. મિસિસ શ્રીલંકાનો તાજ પહેરાવવામાં આવ્યા પછી વિજેતાનું નામ અચાનક બદલવામાં આવ્યું. આ પછી, મિસિસ વર્લ્ડએ સ્ટેજ પર જ શ્રીલંકાની બ્યુટી ક્વીનનો તાજ છીનવી લીધો અને રનરને તાજ પહેરાવ્યો.
વિવાહિત જીવન પર સવાલ

શ્રીલંકાની મિસિસ શ્રીલંકા ચૂંટાયેલા પુષ્પિકા ડી સિલ્વા પર આરોપ મૂકાયો હતો કે તેણે છૂટાછેડા લીધા છે અને પરણિત જીવન નથી જીવી રહી. જેના કારણે તેને વિજેતા જાહેર કરી શકાય નહીં.
માથે ઇજા પોહચી

આ દરમિયાન મિસિસ વર્લ્ડએ તેના માથા પર થી તાજ ખુંચવી અને તેણે સ્ટેજ પર જ રનરને તાજ પહેરાવી દીધો હતો. મિસિસ શ્રીલંકા ચૂંટાયેલા પુષ્પિકા ડી સિલ્વાએ કહ્યું કે આ ઘટનાથી તેના માથામાં ઇજા પહોંચી છે અને હવે તે માટે કાયદેસરની કાર્યવાહી કરશે.
ફેસબુક પોસ્ટ લખીને હુમલો કર્યો

પુષ્પિકા ડી સિલ્વાએ આખી ઘટના વિશે એક ફેસબુક પોસ્ટ લખી હતી અને જે બન્યું હતું તે જણાવ્યું હતું. તેમણે લખ્યું, ‘હું જાણું છું કે તે અણધારી ઘટના અંગે તમે મારા પ્રતિસાદની અપેક્ષા રાખશો. ઘણું કહેવાનું છે, પરંતુ હું અહીં ફક્ત મહત્વપૂર્ણ વસ્તુઓ જ પોસ્ટ કરીશ. તેમણે વધુમાં લખ્યું છે કે તેમના વિશે જે અફવાઓ ઉભી કરવામાં આવી છે તે ખોટી છે. તેઓએ છૂટાછેડા લીધા નથી. જો કે, તે સાચું છે કે તે તેના પતિ સાથે નથી રહેતી.
મિસિસ વિશ્વના આયોજકોએ માફી માંગી

મિસિસ વિશ્વના આયોજકોએ આ સમગ્ર બાબતે માફી માંગી હતી અને કહ્યું હતું કે તેઓએ પુષ્પિકા ડી સિલ્વાને આ એવોર્ડ આપવાનું નક્કી કર્યું છે અને કહ્યું હતું કે મિસિસ વર્લ્ડએ સ્ટેજ પર જે કર્યું તેના બદલ તેઓ દિલગીર છે. અને આ માટે, તેઓએ જાહેરમાં માફી માંગવી જોઈએ. તેમણે કહ્યું કે પુષ્પિકા ડી સિલ્વા શ્રીલંકા વતી મિસિસ વિશ્વ સ્પર્ધામાં ભાગ લેશે.
ALSO READ
- જો મો માં વારંવાર છાલા પડે છે, તો પછી આ સરળ ઘરેલું ઉપાય અજમાવો
- ડબલ માસ્ક કોરોના થી બચવા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે, માસ્કથી ફક્ત ૪૦ ટકા સલામતી
- કોરોનાનું ભયાવહ રૂપ / મહારાષ્ટ્રમાં દર ત્રીજી મિનીટે એકનું મોત અને દર કલાકે અંદાજે 3 હજાર લોકો સંક્રમણના ભોગ
- અમૂલ ડેરી કેસ: 12% જીએસટી લાગશે ફ્લેવર્ડ મિલ્ક ઉપર, ગુજરાત એએઆરનો ચુકાદો
- કોરોનાનો કાળો કહેર / જામનગરમાં સર્જાયા હૈયું કમકમી ઉઠે તેવાં દ્રશ્યો, એકસાથે સળગી રહી છે 12-12 ચિતાઓ
