GSTV
Corona Virus News Trending World

Coronavirus: સંક્રમણનો નવો મામલો સામે આવ્યા બાદ શ્રીલંકાએ લગાવ્યો બે શહેરોમાં અનિશ્ચિતકાળનો કર્ફ્યૂ

સંક્રમણને કાબૂમાં રાખવા માટે શ્રીલંકાએ પશ્ચિમ પ્રાંતના બે શહેરોમાં અનિશ્ચિતકાળનાં કર્ફ્યુની જાહેરાત કરી છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આશરે છ મહિનાના ગાળા પછી રવિવારે કોરોના તપાસમાં એક મહિલા પોઝીટીવ મળી છે. જે બાદ સરકારે ડિવુલાપીટિયા અને મીનવાનગોડામાં અનિશ્ચિત સમય માટે કર્ફ્યુ લાદવાનો નિર્ણય કર્યો હતો.

કોરોનાના પ્રસારને રોકવા માટે શ્રીલંકામાં કર્ફ્યુ

શ્રીલંકામાં અત્યાર સુધીમાં કોરોના ચેપના 3 હજાર 396 કેસ નોંધાયા છે. જ્યારે આ રોગને કારણે 13 લોકોનાં મોત નીપજ્યાં છે. આંકડા મુજબ અત્યાર સુધીમાં 3 હજાર 258 દર્દીઓ આ સંક્રમણમાંથી સ્વસ્થ થયા છે. કોવિડ -19 ટાસ્ક ફોર્સના ચીફ અને આર્મી કમાન્ડર શવેન્દ્ર સિલ્વાએ જણાવ્યું હતું કે, “કપડાની ફેક્ટરીમાં કામ કરતી દિવુલાપીટિયાની રહેવાસી મહિલાને તાવ આવ્યા પછી ગમપહાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં તે કોરોના તપાસમાં પોઝીટીવ જોવા મળી હતી. તે પછી, ફેક્ટરી અને હોસ્પિટલના આશરે 50 લોકોને રક્ષણાત્મક પગલા તરીકે હોમ ક્વોરેન્ટાઈન માટે મોકલવામાં આવ્યા હતા.”

કોરોના

મહિલાનાં પૉઝિટિવ આવ્યા બાદ 50 ક્વોરેન્ટાઈનમાં

અધિકારીઓનું કહેવું છે કે એપ્રિલ પછી પહેલીવાર સમુદાયના ચેપનો આ કેસ હોઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે તાજેતરમાં જાહેર થયેલા ચેપનો મામલો વિદેશથી પરત ફરનારા લોકોના કારણે હોઈ શકે છે. આ પહેલા શ્રીલંકાની સરકારે 28 જૂનના રોજ સંપૂર્ણ રીતે કર્ફ્યુ હટાવી લીધો હતો. આ સમયગાળા દરમિયાન, બે મહિનાથી કોઈ નવો સમુદાય ચેપનો કેસ નથી. શ્રીલંકા 20 માર્ચથી ભારે લોકડાઉન હેઠળ છે.

શરૂઆતમાં, દેશવ્યાપી કર્ફ્યુ પછી દેશના બે તૃતીયાંશ લોકોને છૂટ આપવામાં આવી હતી. રાત્રે જ કર્ફ્યુ ચાલુ રાખ્યુ હતુ. સરકારે મધ્ય મેથી જ ઓફિસો અને વ્યવસાયો ખોલવાની મંજૂરી આપી હતી. પ્રતિબંધોમાં વધુ છૂટછાટની પ્રક્રિયા જૂનના પ્રારંભથી ચાલુ રહી. સાર્વજનિક પરિવહનથી સખ્તાઇથી દૂર કરવામાં આવી હતી. આ સિવાય સરકારે સવારે 11 વાગ્યાથી સવારે 4 વાગ્યા સુધી કર્ફ્યુમાં છૂટછાટ વધારી હતી.

READ ALSO

Related posts

ઈઝરાયલને ના ગમી ન્યાયતંત્રમાં સુધારો કરવા અંગેની અમેરિકાની આ સલાહ, જાણો સમગ્ર મામલો

GSTV Web News Desk

Flightમાં મુસાફરી કરતા પહેલા આ ફુડ્સ ભૂલથી પણ ન ખાઓ, થઈ શકે છે મોટી સમસ્યા

Vishvesh Dave

IPL 2023 / અમદાવાદમાં પ્રથમ મેચ પહેલા ચેન્નઈને ઝટકો, આ ખેલાડી સમગ્ર ટૂર્નામેન્ટમાંથી આઉટ

Hardik Hingu
GSTV