GSTV

હારથી દુ:ખી શ્રીલંકાના કપ્તાને કહ્યું-ટીમ જીતવાનું ભૂલી ગઇ છે

Last Updated on August 28, 2017 by

શ્રીલંકાના કાર્યવાહક કપ્તાન ચમારા કાપૂગેદરાનું માનવું છે કે, તેમની ટીમ જીતવાનું ભૂલી ગઇ છે. આ સાથે તેણે ટીમને આગ્રહ કર્યો કે, તે જવાબદારી લે અને ભારત સામે ચોથી વન ડે મેચ પહેલા પોતાની નબળાઇઓ પર કામ કરે.

ત્રીજી વન ડેમાં ભારત સામે હાર બાદ કાપૂગેદરાએ કહ્યું કે, કોઇ પણ બહારી સમસ્યા નથી. પરંતુ, મને લાગે છે કે, અમે જીતની ફોર્મ્યૂલા ભૂલી ગયા છીએ. મેં કેટલીય ટીમોની સાથે આવું થતાં જોઉ છે. જ્યારે ટીમ હારી રહી હોય છે ત્યારે જીતની નજીક પહોંચવા પર પણ તેઓ અવરોધ પાર કરી શકતા નથી. એટલા માટે અમે જીતની ફોર્મ્યૂલા ગુમાવી દીધી છે. અમારે હવે એક મેચ જીતવી પડશે અને ત્યાર બાદ લયને આગળ વધારવી પડશે. જો કે, કાપુગેદરા બોલરોના પ્રદર્શનથી પ્રભાવિત થયો હતો. તેણે બેટસમેનોને સારો દેખાવ કરવા પણ ટકોર કરી હતી.

Related posts

BIG BREAKING: ક્રિકેટર હાર્દિક પંડ્યા લઈ શકે છે સંન્યાસ, ઈજાથી છે સતત પરેશાન!

pratik shah

Big Breaking / વનડેમાં રોહિત શર્મા બન્યો ટીમ ઈન્ડિયાનો કેપ્ટન, સાઉથ આફ્રિકા પ્રવાસ પહેલા BCCIનો મોટો નિર્ણય

Zainul Ansari

નામની રમત / અક્ષર+પટેલ… રવીન્દ્ર+જાડેજા, જ્યારે સાથે આવ્યા Ind-NZના ખેલાડી અને બની ગયું આખું નામ

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!