GSTV

શ્રીલંકા ચૂંટણી પરિણામ: ફરી એક વાર સત્તાના સિંહાસને બિરાજવા તૈયાર મહિન્દ્રા રાજપક્ષે, વડાપ્રધાન મોદીએ જીત પહેલા આપી શુભકામના

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારના રોજ શ્રીલંકાના પીએમ મહિન્દા રાજપક્ષે સાથે વાત કરી હતી અને ગઈકાલે સંસદીય ચૂંટણીઓના સફળ આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા. શ્રીલંકાના પ્રભાવશાળી રાજપક્ષે પરિવાર દ્વારા નિયંત્રિત શ્રીલંકન પીપલ્સ પાર્ટી (એસએલપીપી) ગુરુવારે જાહેર કરેલા પ્રારંભિક પરિણામો અનુસાર સંસદીય ચૂંટણીમાં ભારેખમ વિજય મેળવવાની તૈયારીમાં છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે પીએમ મોદીએ આજે ​શ્રીલંકાના પીએમ મહિન્દા રાજપક્ષે સાથે વાત કરી હતી અને ગઈકાલે સંસદીય ચૂંટણીના સફળ સંચાલન બદલ અભિનંદન પાઠવ્યા હતા.

વડાપ્રધાન મોદીએ આપી શુભકામના

પીએમ મોદીએ કોરોનાકાળમાં અસરકારક રીતે ચૂંટણી યોજવા માટે શ્રીલંકાની સરકાર અને ચૂંટણી સંસ્થાઓની પ્રશંસા કરી હતી. આ સાથે વિદેશ મંત્રાલયે કહ્યું કે પીએમ નરેન્દ્ર મોદીએ નોંધ્યું છે કે ચૂંટણીઓના આવતા પરિણામો એસએલપીપી દ્વારા પ્રભાવશાળી ચૂંટણી પ્રદર્શનનો સંકેત આપે છે અને આ અંગે મહિન્દા રાજપક્ષેને અભિનંદન અને શુભકામના પાઠવી છે.

અન્ય પક્ષોનું પ્રદર્શન કેવું હતું

શ્રીલંકા પીપલ્સ પાર્ટીના સૌથી નજીકના હરીફ એ નવી પાર્ટી છે, જેની સ્થાપના સાજિથ પ્રેમદાસાએ કરી છે. પ્રેમદાસાએ તેમના પક્ષ યુનાઇટેડ નેશનલ પાર્ટી (યુએનપી) થી અલગ થયા પછી નવી પાર્ટીની રચના કરી છે. ચૂંટણીના પરિણામો અનુસાર યુએનપી ચોથા સ્થાને છે. સત્તાવાર પરિણામો દર્શાવે છે કે માર્ક્સવાદી જનતા વિમુક્તિ પેરમુના (જેવીપી) એ પણ યુ.એન.પી. કરતા વધુ સારૂ પ્રદર્શન કર્યું છે. તમિલ પ્રભુત્વ ધરાવતા ઉત્તર વિસ્તારમાં જાફનાના મુખ્ય ક્ષેત્રમાં મુખ્ય તામિલ પક્ષનો વિજય થયો છે, જ્યારે રાજપક્ષેની સાથી ઇલમ પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટી (ઇપીડીપી) એ જાફના જિલ્લાના અન્ય ક્ષેત્રમાં તામિલ રાષ્ટ્રીય ગઠબંધનને હરાવી છે.

શાંતિપૂર્ણ ચૂંટણી સંપન્ન થઈ

શ્રીલંકામાં સંસદીય ચૂંટણીની મતગણતરી ગુરુવારે શરૂ થઈ હતી, રાજપક્ષે પરિવાર દ્વારા સંચાલિત શ્રીલંકન પીપલ્સ પાર્ટી (એસએલપીપી) એ તેમની જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. અગાઉ આ ચૂંટણી બે વાર મુલતવી રાખવામાં આવી હતી. રાષ્ટ્રીય ચૂંટણી પંચના અધ્યક્ષ મહિન્દા દેશપ્રિયાએ જણાવ્યું હતું કે, કોવિડ -19 રોગચાળો ફાટી નીકળવાની વચ્ચે, શાંતિપૂર્ણ રીતે ચૂંટણી યોજાઇ હતી, જેમાં 70 ટકા મતદાન નોંધાયું હતું. દેશપ્રિયાએ જણાવ્યું હતું કે 1.62 કરોડ મતદારોમાંથી લગભગ 71 ટકા લોકોએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચુસ્ત સુરક્ષા વચ્ચે દેશના 64 મતગણતરી કેન્દ્રો પર મતગણતરી ચાલી રહી છે. વરિષ્ઠ પોલીસ અધિક્ષક અશોક ધર્મસેનાએ કહ્યું કે, અમે 64 મતગણતરી કેન્દ્રોમાં 32,32૨8 જવાનો તૈનાત કર્યા છે.

READ ALSO

Related posts

TATAના આ પૂર્વ કર્મચારીએ લોન્ચ કર્યો UC બ્રાઉઝરનું ભારતીય વિકલ્પ, ડેટા લીક થવાની ફરિયાદ નહીં રહે

Mansi Patel

લોકો એક વાર મરી જાય, પરંતુ તાજબીબી ત્રણ પતિઓના મોતથી ત્રણ વાર મરી હવે ચોથાને બચાવવા કરે છે પ્રાર્થના

Dilip Patel

પુલવામામાં આતંકવાદીઓએ સુરક્ષા દળ પર કર્યો હુમલો, સેનાએ સર્ચ ઓપરેશન હાથ ધર્યુ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!