GSTV
Home » News » આત્મઘાતી હુમલા પછી શ્રીલંકાના સંરક્ષણ સચિવે આપ્યું રાજીનામું

આત્મઘાતી હુમલા પછી શ્રીલંકાના સંરક્ષણ સચિવે આપ્યું રાજીનામું

શ્રીલંકામાં કોલંબોમાં ઇસ્ટર પ્રસંગે આતંકવાદી હુમલા બાદ સંરક્ષણ સચિવ હેમસિરી ફર્નાન્ડોએ રાજીનામું આપ્યું હતું. જ્યારે શ્રીલંકામાં ઇસ્ટર બૉમ્બ વિસ્ફોટો પછી, શ્રીલંકાના રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાએ સંરક્ષણ સેક્રેટરી હેમસિરી ફર્નાન્ડોની રાજીનામું માંગ્યું હતું, જેના પછી તેમણે ગુરુવારે રાજીનામું આપ્યું હતું.

Reuters: Sri Lanka’s defense secretary has resigned following suicide bombing attacks— ANI (@ANI) April 25, 2019

ઉલ્લેખલીય છે કે ઇસ્ટરનાં પ્રસંગે રવિવારે ત્રણ ચર્ચ અને ત્રણ વૈભવી હોટેલોમાં આત્મઘાતી હુમલાઓ થયા હતા. જેમાં ઓછામાં ઓછા 360 લોકો માર્યા ગયા હતા. આ ઉપરાંત, 500 થી વધુ લોકો ઘાયલ થયા હતા. આ હુમલા બાદ,તે વાત સામે આવી ગુપ્તચર વિભાગે સૂચના આપી હતી, છતા પણ આ બોમ્બ વિસ્ફોટ રોકાવામાં આવ્યા ન હતા.

આ પછી, શ્રીલંકાના રાષ્ટ્રપતિ મેત્રીપલા સિરિસેનાએ ગુપ્તચર સંસ્થાની જાણકારી હોવા છતા વિસ્ફોટોને રોકવામાં નિષ્ફળતાના કારણે સંરક્ષણ સેક્રેટરી ફર્નાન્ડો અને પોલીસના મહાનિદેશક પૂજિત જયશુન્દરાને રાજીનામું આપવાનું કહ્યું હતું. ત્યારે કોલંબો ગેઝેટના સમાચાર મુજબ, સંરક્ષણ સચિવ ફર્નાન્ડોએ ગુરુવારે રાષ્ટ્રપતિ સિરીસેનાના નિવેદન પર રાજીનામું આપ્યું હતું.

READ ASLO

Related posts

કોંગ્રેસ હજુ રેસમાં, સત્તા સુધી પહોંચવા માટે તૈયાર કર્યો પ્લાન ‘એ’ અને ‘બી’

Nilesh Jethva

બીજેપીનો જીતનો ઉત્સાહ સાતમા આકાશે, 50 કિલો વિશેષ બરફીનાં આપાયા ઓર્ડર

Path Shah

મતદાન જાગૃતિ અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડરે જ ન કર્યું મતદાન, જાણો કારણ

Path Shah
Do NOT follow this link or you will be banned from the site!