GSTV
Home » News » ફરી એકવાર આતંકીના નિશાને શ્રીલંકાની ટીમ, પાકિસ્તાન પ્રવાસ પહેલાં મળી ધમકી

ફરી એકવાર આતંકીના નિશાને શ્રીલંકાની ટીમ, પાકિસ્તાન પ્રવાસ પહેલાં મળી ધમકી

શ્રીલંકા ક્રિકેટ બોર્ડે બુધવારે કહ્યું કે તેમને ચેતવણી મળી છે કે તેમની રાષ્ટ્રીય ક્રિકેટ ટીમ પર પાકિસ્તાનના પ્રવાસ દરમિયાન આતંકી હુમલો થઇ શકે છે. શ્રીલંકાના ક્રિકેટ બોર્ડે કહ્યું કે શ્રીલંકાના વડાપ્રધાન કાર્યાલયે તેમને સ્થિતીની ફરીથી તપાસ કરવા અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવાની સલાહ આપી છે. શ્રીલંકાની ટીમે સિમિત ઓવરોની છ મેચના પ્રવાસે પાકિસ્તાન જવાનું છે. તેની પહેલા બોર્ડને આતંકી હુમલાની ધમકી પણ મળી ચુકી છે.

ક્રિકેટ બોર્ડે પ્રવાસ રદ નથી કર્યો પરંતુ કહ્યું કે શ્રીલંકા સરકારની જોગવાઇથી સુરક્ષા સમિતિનું પુન:આકલન કરવામાં આવશે. બુધવારે જ સુરક્ષા કારણોથી 10 ખેલાડીઓના હટ્યા બાદ શ્રીલંકાએ પાકિસ્તાનની છ મેચના પ્રવાસ માટે બુધવારે નબળી ટીમનું સિલેક્શન કર્યુ. લાહિરૂ થિરિમાને વન ડે ઇન્ટરનેશનલ કેપ્ટન દિમુથ કરુણારત્નેનું સ્થાન લીધું જેણે ટી-20 કેપ્ટન લસિથ મલિંગા સાથે પ્રવાસે જવાથી ઇનકાર કરી દીધો હતો.

મહત્વનું છે કે માર્ચ 2009માં લાહોરમાં ટેસ્ટ મેચ દરમિયાન શ્રીલંકાની ટીમની બસ પર આતંકી હુમલો થયા બાદ મોટાભાગે આંતરરાષ્ટ્રીય ટીમોએ પાકિસ્તાનનો પ્રવાસ કરવાથી ઇનકાર કરી દીધો હતો. ત્યારથી  કોઇપણ ક્રિકેટ ટીમ પાકિસ્તાનનો પ્રવાસ કરવાથી ઇનકાર કરી દે છે.

27 સપ્ટેમ્બરથી શરૂ થઇ રહેલી છ મેચોની સિમિત ઓવરોની સીરીઝમાંથી 10 શ્રીલંકાઇ ખેલાડીઓએ પાછળ હટવાનો નિર્ણય લીધો હતો. તેના પર પાકિસ્તાનની એક મંત્રીએ કહ્યું હતું કે ભારતના દબાણના કારણે શ્રીલંકાની ટીમ પાકિસ્તાન રમવા નથી આવી રહી.

10 વર્ષ પહેલા પાકિસ્તાનમાં શ્રીલંકન ટીમની બસ પર થયેલા આતંકવાદી હુમલાનો ભય હજુ પણ છે. 2009 માં, પાકિસ્તાનના પ્રવાસે આવેલી શ્રીલંકા ટીમની બસ પર લાહોરમાં આતંકીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, તે સમયે આતંકવાદીઓના ગોળીબારમાં મહેલા જયવર્દને અને કુમાર સંગાકારાને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. તે જ સમયે, બોમ્બ ધડાકાથી નીકળેલા ટુકડાઓથી અજંતા મેન્ડિસ, સમરવીરા અને થરંગા પરવિતર્નાને ઇજા પહોંચી હતી. ત્યારબાદ કોઈ પણ દેશ પાકિસ્તાનમાં ક્રિકેટ પ્રવાસ કરવા તૈયાર નથી.

Read Also

Related posts

ચાંગોદર જીઆઇડીસીના કેમિકલયુક્ત પાણીથી થતા નુકશાન મામલે આખરે તંત્ર કુંભકર્ણ ઉંઘમાથી જાગ્યું

Nilesh Jethva

ગુજરાત સરકારની ફરી મુશ્કેલી વધશે, મહેસુલ બાદ આ વિભાગના કર્મચારીઓએ ચઢાવી બાયો

Nilesh Jethva

સનીની વેબસીરીઝમાં પાર થઇ બોલ્ડનેસની તમામ હદો, તમે રાગિની MMS રિટર્ન 2નું Trailer જોયુ કે નહી?

Bansari
Do NOT follow this link or you will be banned from the site!