GSTV
Home » News » મોટો ખુલાસો : ન્યૂઝિલેન્ડની મસ્જિદમાં થયેલા નરસંહારનો બદલો હતો શ્રીલંકાના 8 ધમાકા

મોટો ખુલાસો : ન્યૂઝિલેન્ડની મસ્જિદમાં થયેલા નરસંહારનો બદલો હતો શ્રીલંકાના 8 ધમાકા

શ્રીલંકાના ઉપ રક્ષામંત્રી રૂવાન વિજેવાર્દેએ દેશની સાંસદને જણાવ્યુ હતું કે, ન્યૂઝીલેન્ડની મસ્જિદમાં કરવામાં આવેલાં ગોળીબારીનો બદલો લેવા માટે શ્રીલંકામાં સિરીયલ બ્લાસ્ટ કરવામાં આવ્યા છે. તેમણે શરૂઆતની તપાસનાં આધારે ખુલાસો કર્યો છે. ઈસ્ટરના અવસરે શ્રીલંકામાં થયેલાં 8 ધડાકામાં 320 લોકોનાં મોત થયા છે.

જેમાં 3 ચર્ચને નિશાનો બનાવવામાં આવ્યા હતા. જ્યારે ન્યૂઝીલેન્ડના ક્રાઈસ્ટ ચર્ચની બે મસ્જિદોમાં થયેલાં ગોળીબારમાં 50 લોકોના મોત થયા હતા. રૂવાને નેશનલ બૉડીની મિટિંગમાં જણાવ્યુ હતુકે, આ હુમલો ક્રાઈસ્ટચર્ચ (ન્યૂઝીલેન્ડ)માં મુસલમાનો પર કરાયેલા હુમલાનો બદલો લેવા માટે કરાયો છે.. આ હુમલામાં મૃતકોની સંખ્યા વધીને 321 થઈ ગઈ છે.

colombo ied blast

ઘટના બાદ કોઈ પણ ગ્રુપે હુમલાની જવાબદારી લીધી નથી. રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરિસનાએ જાહેરાત કરી હતીકે, તેઓ બીજા દેશો પાસેથી સહયોગ ઈચ્છે છે. કેમ કે,ખાનગી રિપોર્ટમાં સ્થાનિક આતંકવાદીઓ સાથે વિદેશી આતંકવાદી સામેલ હોવાનું જણાવ્યું હતું.

એ પહેલાં સરકારે કહ્યુ હતું કે, આ હુમલો શ્રીલંકન મુસ્લિમ ગ્રુપ નેશનલ તૌહીદ જમાતે કર્યો છે. સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યુ હતુકે, એનટીજે આમા સામેલ છે, આ સ્થાનિક સંગઠન છે, અન તેની સાથે બહારના લોકો મળેલા છેકે નહી તેની જાણ નથી. પરંતુ કોઈ પણ આંતરરાષ્ટ્રીય નેટવર્ક વગર આ ઘટનાને અંજામ ન આપી શકાય. પોલીસે સંદિગ્ધો દ્વારા વપરાયેલા વાહનોને જપ્ત કર્યા છે. અને હુમલાખોરો જે ઘરમાં રહ્યા હતા તેની ઉપર પણ છાપેમારી કરી હતી. અત્યાર સુધીમાં બે ડઝન સંદિગ્ધોની ધરપકડ કરાઈ છે.

READ ALSO

Related posts

યુવતી સાથે ગુજરાત ભાજપના નેતાનો વીડિયો વાયરલ, ટ્રમ્પની મુલાકાત સમયે કાંડ ચર્ચામાં

Mayur Vora

1 એપ્રિલથી બદલાઇ રહ્યાં છે આ 4 મોટા નિયમો, જાણી લો નહીંતર ભરાશો

Bansari

મિત્ર મોદી સાથે જગત જમાદારની મોટેરામાં મહામુલાકાત : નમસ્તે ટ્રમ્પ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!