GSTV

ટી20 વર્લ્ડ કપ માટે શ્રીલંકા અને યુએઈ ભારતના બેકઅપ હશે

ભારતમાં યોજાનાર ટી20 ક્રિકેટ વર્લ્ડ કપને હજી એક વર્ષ બાકી છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાનારા ટી20 વર્લ્ડ કપને કોરોના વાયરસને કારણે એક વર્ષ માટે મોકૂફ રાખવામાં આવ્યો છે. કોરોના રોગચાળાને લીધે જો ભારતમાં આ ટુર્નામેન્ટ યોજાય નહીં તો શ્રીલંકા અને યુએઈને મેન્સ ટી20 વર્લ્ડ કપ 2021ના બેકઅપ સ્થળ તરીકે રાખવામાં આવ્યા છે.

વૈશ્વિક ટુર્નામેન્ટમાં બેકઅપ સ્થળ માટેનો એક પ્રોટોકોલ હોય છે.


આઇસીસીએ ગયા સપ્તાહે પુષ્ટિ કરી હતી કે ટી20 વર્લ્ડ કપ 2021માં ભારતમાં અને 2022માં ઓસ્ટ્રેલિયામાં યોજાશે. કોઈપણ વૈશ્વિક ટુર્નામેન્ટમાં બેકઅપ સ્થળ માટેનો એક પ્રોટોકોલ હોય છે. દરેક આઇસીસી ટુર્નામેન્ટનો બેકઅપ સ્થળ માટેનો પ્રોટોકોલ નક્કી હોય છે પરંતુ આ વખતે કોરોના રોગચાળાને ધ્યાનમાં રાખીને તેનું મહત્વ વધી જાય છે. તેમાં કહેવામાં આવ્યું છે કે કોરોનામાં સૌથી વધુ અસરગ્રસ્ત થનારા દેશોમાં ભારત ત્રીજા ક્રમે આવે છે. ત્યાં 20 લાખથી વધુ કેસ અને 45000 થી વધુ મોત થયા છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આઇપીએલનું આયોજન યુએઈમાં કરાવવું પડ્યું છે. ડોમેસ્ટિક ક્રિકેટ સિઝન માટે પણ અસ્થાયી યોજનાઓ બનાવવામાં આવી છે. ટુર્નામેન્ટમાં પુષ્કળ સમય હોવાને કારણે ભારતીય ક્રિકેટ બોર્ડમાંથી કોઈ પણ આ મુદ્દે બોલવા તૈયાર નથી.

Related posts

મહેસાણા : ચાણસ્મા રોડ પર ગમખ્વાર અકસ્માતમાં 3 લોકોના કરૂણ મોત

Nilesh Jethva

પ્લે સ્ટોરમાંથી હટાવ્યાના થોડા કલાકોમાં જ પાછુ આવ્યું Paytm, હવે કરી શકશો ડાઉનલોડ

Pravin Makwana

ફ્લાઈટની જેમ ટ્રેન ટિકિટમાં પણ જોડાશે યૂઝર ચાર્જ, જાણો ક્યાં-ક્યાં સ્ટેશનનો કરાયો સમાવેશ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!