GSTV
Gujarat Government Advertisement

આઈપીએલ 2020: નોકઆઉટ મેચમાં કોહલી ફરી ફ્લોપ, ફેન્સ ભડક્યા

Last Updated on November 7, 2020 by Mansi Patel

સનરાઇઝર્સ હૈદરાબાદ સામેની એલિમિનેટર મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોરની બેટિંગ સંપૂર્ણપણે ફ્લોપ રહી હતી. બેંગલોરનો કેપ્ટન વિરાટ કોહલી અપેક્ષા મુજબનું પ્રદર્શન કરવામાં અસમર્થ રહ્યો હતો, જેને કારણે તેણે ફરી એકવાર સોશિયલ મીડિયા પર ફેન્સના નિશાના પર આવી ગયો છે.

આ મેચમાં કેપ્ટન વિરાટ કોહલી ઓપનિંગમાં ઉતર્યો હતો અને સાત બોલમાં માત્ર છ રન બનાવીને આઉટ થયો હતો. મોટી મેચમાં કોહલીની આવી બેટિંગ જોઈને ફેન્સ પોતાનો ગુસ્સો ટવિટર દ્વારા ઉતારી રહ્યા છે. નોકઆઉટ મેચોમાં વિરાટ કોહલીનો રેકોર્ડ તદ્દન ખરાબ છે. હૈદરાબાદ સામેની એલિમિનેટર મેચમાં સસ્તામાં આઉટ થવાના કારણે ફેન્સ તેની મજાક ઉડાવી રહ્યા છે.

એબી ડી વિલિયર્સ (56)એ બેંગલોર માટે અડધી સદી ફટકારી હતી, પરંતુ તે પોતાની ટીમને સનરાઇઝર્સ હૈદરાબાદ સામે મજબૂત સ્કોર સુધી પહોંચાડી શક્યો ન હતો. રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 131 રન કર્યા હતા.

જેના જવાબમાં સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમે 19.4 ઓવરમાં 132 રન કર્યા હતા. સનરાઇઝર્સ હૈદરાબાદે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છ વિકેટે હરાવીને ક્વોલિફાયર-2માં સ્થાન મેળવ્યું છે. આઠમી નવેમ્બરે ક્વોલિફાયર-2માં હૈદરાબાદની ટીમ દિલ્હી કેપિટલ્સ સામે ટકરાશે.

વિરાટ કોહલીની આગેવાની હેઠળની આરસીબીની ટીમ આ પરાજય સાથે આઈપીએલ-13માંથી બહાર થઇ ગઈ છે. તે જ સમયે, ડેવિડ વોર્નરના નેતૃત્વ હેઠળની સનરાઇઝર્સ આઠમી નવેમ્બરે ક્વોલિફાયર-2 રમશે. ક્વોલિફાયર-2માં જીતનારી ટીમ ફાઈનલમાં પહોંચશે. અને તે ટીમનો મુકાબલો દસમીએ ફાઈનલમાં મુંબઇ ઈન્ડિયન્સ વિરુદ્ધ થશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સીએમ હોવા છતાં કંઈ કરી શકતા નથીઃ દેશના ઓક્સિજન પ્લાન્ટ સેનાને સોંપી દો, પીએમ મોદીને કેજરીવાલની અપીલ

Harshad Patel

પડઘા: દર્દીઓના જીવ બચાવવામાં મળી સફળતા, GSTVના અહેવાલ બાદ કુંદન હોસ્પિટલ સામે તપાસના આદેશ

Pravin Makwana

રસીકરણ/ રજીસ્ટ્રેશન માટે આ તારીખ સુધીમાં તૈયાર થઇ જશે કોવિન પોર્ટલ, જાણી લો કઇ-કઇ જાણકારીઓ ઉપલબ્ધ થશે

Bansari
Do NOT follow this link or you will be banned from the site!