GSTV

KXIP Vs SRH: હૈદરાબાદની મોટી જીત, 69 રને પંજાબને હરાવ્યું

Last Updated on October 8, 2020 by Pravin Makwana

આઈપીએલ સીઝન 13માં 22ની ટક્કરમાં સનરાઈઝર્સ હૈદરાબાદે કિંગ્સ ઈલેવન પંજાબને 69 રનથી હરાવ્યુ છે. ટોસ જીતીને પહેલા બેટીંગ કરવા ઉતરેલી સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ખોઈને 201 રન બનાવ્યા અને કિંગ્સ ઈલેવન પંજાબને જીત માટે 202 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં કિંગ્સ ઈલેવન પંજાબની ટીમ 16.5 ઓવરમાં 132 રન પર સમેટાઈ ગઈ હતી. કિંગ્સ ઈલેવન પંજાબ માટે નિકોલસ પૂરન (77)ને છોડીને કોઈએ પણ બેટીંગમાં ચાલ્યા નહોતા.

હૈદરાબાદે બનાવ્યા 201 રન

સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 6 વિકેટ ખોઈને 201 રન બનાવ્યા હતા અને કિંગ્સ ઈલેવન પંજાબને જીત માટે 2020 રનનો ટાર્ગેટ આપ્યો હતો. સનરાઈઝર્સ હૈદરાબાદ માટે જોની બેરસ્ટોએ સૌથી વધુ 97 રન ફટકાર્યા હતા. જ્યારે કેપ્ટન ડેવિડ વોર્નરે 52 રનની ઈંનિગ્સ રમી હતી. વોર્નર અને બેયરસ્ટોએ પહેલી વિકેટ માટે 160 રનની ભાગીદારી કરી હતી. આ ઉપરાંત વિલિયમસને 20 રન બનાવ્યા હતા.

ડેવિડ વોર્નર અને જોની બેયરસ્ટોની જોડીએ સનરાઈઝર્સ હૈદરાબાદની તોફાની શરૂઆત આપતા 100થી વધારે રનની ભાગીદારી કરી હતી. બંનેએ કિંગ્સ ઈલેવન પંજાબ માટે બોલરોને નિશાન પર લેતા આક્રમક બેટીંગ કરી હતી. પાવર પ્લે ખતમ થાય ત્યાં સુધી સનરાઈઝર્સ હૈદરાબાદે 58/0 રન ઠોકી દીધા હતા.

READ ALSO

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

Health Tips / કોવિડ-19માંથી સાજા થયા પછી ન કરો આ મોટી ભૂલ, નબળાઈ અને થાક નહીં છોડે પીછો

Vishvesh Dave

શેરબજાર માટે નોન ઇવેન્ટ પૂરવાર થશે બજેટ! સરકાર આ ક્ષેત્રો પર કરશે ધ્યાન કેન્દ્રિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!