GSTV

શ્રાવણ માસમાં સર્જાવા જઈ રહ્યો છે દુર્લભ સંયોગ, શિવપૂજાથી થશે સર્વમનોકામના પૂર્ણ

મહાદેવના પ્રિય એવા શ્રાવણ માસનો પ્રારંભ થઈ ચુક્યો છે. આ માસમાં શિવભક્તિ કરનાર પર પ્રભુ તુરંત પ્રસન્ન થઈ જાય છે અને તેની સર્વમનોકામના પૂર્ણ કરે છે. જો કે ઘણા વર્ષો બાદ શિવજીના પ્રિય શ્રાવણ માસમાં વિશેષ યોગ સર્જાઈ રહ્યા છે. આ સંયોગમાં શિવ પૂજા જો વિધિ વિધાન સાથે કરવામાં આવે તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે.

આ વર્ષે શ્રાવણ માસ 30 દિવસનો હશે. આ માસમાં ચાર સોમવાર આવશે અને ત્રીજા સોમવારે ત્રિયોગ સર્જાશે જે વિશેષ ફળદાયી હશે. 17 જુલાઈના રોજ શ્રાવણ માસની શરૂઆત થશે. 1 ઓગસ્ટના રોજ હરિયાળી અમાસ હશે, 125 વર્ષ બાદ હરિયાળી અમાસ પર પંચ મહાયોગનો વિશેષ સંયોગ બની રહ્યો છે. હરિયાળી અમાસ પર સિદ્ધિ યોગ, શુભ યોગ, ગુરુ પુષ્યામૃત યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ અને અમૃત સિદ્ધિ યોગ સર્જાશે.

આ દુર્લભ સંયોગમાં શિવ પાર્વતીની પૂજા કરવાથી દરેક મનોકામના પૂર્ણ થશે. આ વર્ષે નાગપંચમી પણ વિશેષ સંયોગ લાવશે. નાગપંચમી સોમવારએ આવશે અને તે દિવસે ચંદ્ર પ્રધાન હસ્ત નક્ષત્ર અને ત્રિયોગનો સંયોગ પણ છે. સર્વાર્થ સિદ્ધિ યોગ, સિદ્ધિ યોગ અને રવિ યોગમાં કાલ સર્પ દોષનું નિવારણ કરવાની પૂજા કરવાથી ઉત્તમ ફળ પ્રાપ્ત થશે.

Read Also

Related posts

કોરોનાની મહામારી વચ્ચે કોમવાદનું ઝેર ઓકતું પાકિસ્તાન, હિન્દુઓને નથી મળી રહી મદદ

Nilesh Jethva

ધોરણ 10 અને 12માના બોર્ડના રિઝલ્ટને થશે અસર, કોરોનાને પગલે સરકારે લીધો આ નિર્ણય

pratik shah

કરફ્યું જાહેર છતાં લોકો નિયમોની કરી રહ્યાં છે ઐસીતૈસી, સીએમે આપી આ ધમકી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!