GSTV

From Russia with Love : અમદાવાદ-સુરત સિવાયના શહેરોમાં પણ હવે મળશે સ્પુતનિકની મોંઘી રસી

સ્પુતનિક

Last Updated on July 23, 2021 by Bansari

કોવિશિલડ અને કોવેક્સિન રસી કરતા રશિયન બનાવટની સ્પુતનિકની ખૂબ ડિમાન્ડ છે. હાલમાં ખાનગી કંપની અને ઉદ્યોગો ના કર્મચારીઓ ને ખાનગી હોસ્પિટલના માધ્યમથી આ રસી આપવામાં આવી રહી છે. જોકે, અન્ય રસી કરતા સ્પુતનિક રસી ને સાચવવા નો ખર્ચ ખૂબ જ વધુ આવે છે. આમ છતાં સક્સેસ રેટ વધુ હોવાના કારણે સ્પુતનિક- વી રસી ડિમાન્ડ વધુ છે. અત્યાર સુધી અમદાવાદ અને સુરતની ખાનગી હોસ્પિટલમાં આ રશિયન રસી મળતી હતી પણ હવે આગામી દિવસોમાં રાજકોટ, ભાવનગર, જામનગર ,વડોદરા સહિતના શહેરોમાં પણ સ્પુતનિક રસી મળશે.

સ્પુતનિક

અત્યાર સુધીમાં ચાર લાખથી પણ વધુ લોકોને ખાનગી હોસ્પિટલમાં ખાતે રસી આપવામાં આવી

હાલ ગુજરાતમાં કોવિશિલડ અને કોવેક્સિન રસી જ સરકારી રસી કેન્દ્રોમાં આપવામાં આવે છે. કેટલાય લોકો સ્પુતનિક રસી લેવા ઇચ્છુક છે પણ હજુ રાજ્યના આરોગ્ય વિભાગે સરકારી હોસ્પિટલમાં આ રસી આપવા મંજૂરી આપી નથી . બીજી તરફ, રાજ્યના ઉદ્યોગોને ખાનગી કંપનીઓએ પોતાના ખાસ ફંડમાંથી ખાનગી હોસ્પિટલોમાં મારફતે પોતાના કર્મચારી અને તેમના પરિવારજનોને રસી આપવાનું નક્કી કર્યું છે અત્યાર સુધીમાં ચાર લાખથી પણ વધુ લોકોને ખાનગી હોસ્પિટલમાં ખાતે રસી આપવામાં આવી છે.

સ્પુતનિક

સ્પુતનિક રસી ને જાળવવી ખુબ જ અઘરી

અધિકારીક સૂત્રોના જણાવ્યા મુજબ, સ્પુતનિક રસી ને જાળવવી ખુબ જ અઘરી છે કેમકે તેને માઇનસ 24 ડિગ્રીમાં રાખવી પડે છે અને તેના માટે અલગ પ્રકારના સાધનોની જરુરીયાત પડે છે. રસીના પ્રોડક્શનથી માંડીને રસી કેન્દ્ર સુધી રસી ને જાળવણીનો ખર્ચ વધુ આવે છે. આ કારણોસર જ અન્ય રસી ની સરખામણીમાં સ્પુતનિક રસીનો જથ્થો ઓછો મંગાવાય છે. કેટલાક ઉદ્યોગો અને કંપનીઓ પોતાના કર્મચારીઓને વધુ હોવાના કારણે સ્પુતનિક રસી જ અપાવવા ઇચ્છુક છે અને આ કારણો સર સ્પુતનિક રસીની ડિમાન્ડ છે.

અરે ઉલ્લેખનીય છે કે અત્યાર સુધી ખાનગી હોસ્પિટલમાં 5,127 લોકો ને સ્પુતનિક રસી અપાઈ છે. આગામી દિવસોમાં અમદાવાદ, સુરત સહિત રાજકોટ જામનગર ભાવનગર વડોદરા સહિતના શહેરોમાં પણ સ્પુતનિક રસી ખાનગી હોસ્પિટલો ના માધ્યમથી રાજ્ય રસી વિભાગે આયોજન કર્યું છે.

Read Also

Related posts

Uttarakhand Cloud Burst / વાદળ ફાટતા ચમોલીમાં ભારે તબાહી, ભૂસ્ખલનથી ઋષિકેશ-બદ્રીનાથ હાઇવે બંધ

Dhruv Brahmbhatt

Vodafone-Ideaના ધાંધિયા: આટલા કલાક બંધ રહેશે ઇન્ટરનેટ, લાખો યુઝર્સને આવી રહી છે આ સમસ્યા

Bansari

માઇભક્તો માટે સારા સમાચાર / સવારથી લઇને રાતના આટલાં વાગ્યા સુધી ખુલ્લું રહેશે અંબાજી મંદિર, ભક્તોનું કીડિયારું ઉભરાયું

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!