GSTV

દેશમાં વહેલી તકે આવી શકે છે વધુ એક વેક્સિન, Sputnik Vને ત્રીજા ટ્રાયલ માટે મળી મંજૂરી

કોરોનાની ત્રીજી વેક્સિન Sputnik-Vની ત્રીજી ટ્રાયલને ડ્ર્ગ્સ કન્ટ્રોલર જનરલ ઑફ ઇન્ડિયા(DCGI)એ મંજૂરી આપી દીધી છે. આ રસી રશિયા દ્વારા તૈયાર કરવામા આવી છે. ભારતમાં ડૉક્ટર રેડ્ડીની લેબોરેટરીમાં વેક્સિન તૈયાર બનાવવામા આવી રહી છે. DCGIએ તેની ત્રીજી ટ્રાયલને મંજૂરી આપી દીધી છે.

હૈદરાબાદમાં આવેલી ડૉક્ટર રેડ્ડીની લેબોરેટરીમાં Sputnik V વેક્સિન બની રહી છે. ત્રીજી ટ્રાયલમાં 1500 વોલેન્ટિયર્સને આ વેક્સિન આપવામા આવશે. ડૉક્ટર રેડ્ડી દ્વારા બનાવવામા આવી રહેલી આ રશિયન વેક્સિનની ત્રીજા તબક્કાની ટ્રાયલની મંજૂરી આપતા અગાઉ ડેટા એન્ડ સિક્ર્યોરિટી મોનિટરીંગ બોર્ડ દ્વારા તેની બીજી ટ્રાયલના રિપોર્ટનો અભ્યાસ કરવામા આવ્યો હતો. જેમાં સંતોષજનક પરિણામ મળ્યા બાદ Sputnik Vની ત્રીજી ટ્રાયલની મંજૂરી આપવામા આવી હતી.

ડૉક્ટર રેડ્ડીની લેબોરેટરીએ ગત વર્ષે સપ્ટેમ્બરમાં RDIF સાથે Sputnik V વેક્સિન અંગે સમજૂતી કરી હતી. આ સમજૂતી હેઠળ ભારતમાં Sputnik V વેક્સિનની ટ્રાયલ અને વિતરણના અધિકારો ડૉક્ટર રેડ્ડીની લેબોરેટરીએ મેળવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, દેશમાં આજથી એટલે કે 16 જાન્યુઆરીથી દેશવ્યાપી વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ થયો છે. એવામાં ટૂંકસમયમાં Sputnik V સહિત અન્ય વેક્સિન પણ દેશને મળી શકે છે.

READ ALSO

Related posts

ખુશખબર/ જાહેર થયા પાક ઉત્પાદનના અંદાજો : 30.33 કરોડ ટન અનાજ પેદા થશે, જાણી લો કયા પાકનું કેટલું થશે ઉત્પાદન

Karan

IND VS ENG : નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ હતી ખરાબ? જાણો આ અંગે ICCના શું છે નિયમો

Sejal Vibhani

ખેડૂતો માટે સારા સમાચાર/ હવે આ ખેતી પર અડધા પૈસા સરકાર આપશે, લાખો કમાવવાનો અવસર

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!