GSTV

સ્પુટનિક-5 રસીના બીજા અને ત્રીજા તબક્કાના હ્યુમન ક્લિનિકલ ટ્રાયલ માટે મળી મંજૂરી, કોરોનામાં પ્રથમવાર થયું એવું કે મોદી સરકારને થઈ રાહત

ભારત કોરોના સામેની લડાઈ મજબૂતીથી લડી રહ્યો છે. કોરોના વાઈરસના દૈનિક નવા કેસોને ધ્યાનમાં લેતાં દેશમાં હવે કોરોનાનો પ્રકોપ ઘટી રહ્યો છે તેમ મનાય છે. ભારતમાં છેલ્લા દોઢ મહિનામાં પહેલી વખત કોરોનાના એક્ટિવ કેસ આઠ લાખથી ઓછા થયા છે તેમ સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું. બીજીબાજુ વડાપ્રધાન મોદીએ કોરોનાની સ્થિતિ અંગે સમિક્ષા બેઠક કરી હતી અને તેમણે કોરોનાની રસીના વિતરણ અને પુરવઠાની વ્યવસ્થામાં ચૂંટણીની જેમ પંચાયતથી કેન્દ્રીય સ્તર સુધી તમામને સામેલ કરવા નિર્દેશ આપ્યા હતા.

ભારતે રશિયાની વેક્સિનના ટ્રાયલને આપી મંજૂરી

ભારતમાં ડ્રગ કંટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ હવે કોરોનાની રશિયાની સ્પુટનિક-5 રસીના બીજા અને ત્રીજા તબક્કાના ટ્રાયલને મંજૂરી આપી દીધી છે. રશિયા કોરોનાની સ્પુટનિક-5 રસી લોન્ચ કરનારો દુનિયાનો પહેલો દેશ હતો. ભારતની ડૉ. રેડ્ડીસ લેબોરેટરી અને રશિયન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ ફંડ (આરડીઆઈએફ)એ સંયુક્ત નિવેદનમાં જણાવ્યું હતું કે, તેમને ભારતમાં સ્પુટનિક-5 રસીના બીજા અને ત્રીજા તબક્કાના હ્યુમન ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી મળી ગઈ છે.

રસીના વિકાસ, વિતરણ અને પુરવઠાની તૈયારીઓ અંગે સમિક્ષા બેઠક યોજી

આ એક મલ્ટી-સેન્ટર અને રેન્ડમાઈઝ્ડ કંટ્રોલ્ડ સ્ટડી હશે, જેમાં સલામતી અને ઈમ્યુનોજેનિસિટી અભ્યાસનો સમાવેશ કરાશે. સપ્ટેમ્બરમાં ડૉ. રેડ્ડીસ અને આરડીઆઈએફે સ્પુટનિક-5ના ક્લિનિકલ ટ્રાયલ અને ભારતમાં આ રસીના વિતરણ માટે ભાગીદારી કરી હતી. આ ભાગીદારી હેઠળ ભારતને સ્પુટનિક-5ના 10 કરોડ ડોઝ અપાશે. દરમિયાન વડાપ્રધાન મોદીએ દેશમાં કોરોનાની સ્થિતિ અને રસીના વિકાસ, વિતરણ અને પુરવઠાની તૈયારીઓ અંગે સમિક્ષા બેઠક યોજી હતી. તેમણે રસીકરણની વ્યવસૃથા માટે ચૂંટણીની જેમ પંચાયતથી લઈને કેન્દ્ર સરકાર અને બધા જ નાગરિક જૂથોના સમાવેશના નિર્દેશ આપ્યા હતા. આ બેઠકમાં વડાપ્રધાનને જણાવાયું હતું કે, દેશમાં ત્રણ અગ્રણી રસી કાર્યક્રમોમાં બે બીજા તબક્કામાં છે અને એક રસીના ત્રીજા તબક્કાનું ટ્રાયલ ચાલી રહ્યું છે.

આ દેશોને પણ અપાશે રસી

ભારતીય વૈજ્ઞાાનિક અને શોધ સંસ્થાઓ પડોશી દેશો અફઘાનિસ્તાન, બાંગ્લાદેશ, ભૂતાન, માલદીવ, મોરેશિયસ, નેપાળ અને શ્રીલંકા સાથે મળીને કામ કરી રહ્યા છે. વડાપ્રધાને વૈજ્ઞાનિક સમાજને નિર્દેશ આપ્યો કે ક્લિનિકલ ટ્રાયલ અને સંશોધનનું આ કામ માત્ર પડોશી દેશ સુધી મર્યાદિત રાખવાના બદલે આ સહયોગ સમગ્ર દુનિયામાં થવો જોઈએ.

હાલમાં વિકસાવાઈ રહેલી રસી અસરકારક સાબિત થશે

ભારતમાં કોરોના વાઇરસમાં હવે કોઈ મોટું પરિવર્તન નથી થઈ રહ્યું એ બાબતની પુષ્ટી શનિવારે વડાપ્રધાન કચેરી (પીએમઓ)એ કરી હતી. સરકારે શનિવારે જણાવ્યું હતું કે, વાઇરસના જીનોમ પર સમગ્ર દેશમાં થયેલા બે અભ્યાસ સૂચવે છે કે કોરોના જિનેટીકલી સ્થિર થયો છે અને તેમાં હવે કોઈ મોટા ફેરફાર જોવા મળતા નથી. એક મોટા વર્ગ દ્વારા એવી ચિંતા વ્યક્ત કરાઈ હતી કે કોરોના વાઈરસમાં મોટા ફેરફારથી તેની અસરકારક રસી વિકસાવવામાં અવરોધો ઊભા થઈ શકે છે. જોકે, તાજેતરના કેટલાક વૈશ્વિક અભ્યાસો મુજબ તાજેતરના ફેરફારો છતાં કોરોના સામે હાલ વિકસાવાઈ રહેલી રસી પર અસરકારક સાબિત થશે.

Related posts

ઉંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યું ઐતિહાસિક ભૂમિ દાન, 253 વીઘા જમીન મળી દાનમાં

Pravin Makwana

સુરત/ દારૂની રેઇડના પગલે કડોદરા GIDC પોલીસ સ્ટેશનના PIને DGPએ કર્યા સસ્પેન્ડ

Pravin Makwana

જખૌ ખાતેથી ચરસની દાણચોરી ઝડપાઈ, 1 કિલોના પાંચ પેકેટ મળી આવ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!