GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

પંજાબ લઠ્ઠાકાંડ: મૃત્યુઆંક વધીને 80 થયો, 9 પોલીસ અધિકારીઓ કરાયા સસ્પેન્ડ

પંજાબમાં નકલી દારુનું સેવન કરવાથી અત્યાર સુધીમાં 80 લોકોના મોત થઈ ચુક્યા છે. મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે આ મામલે સખ્તી દર્શાવી 2 ડીએસપી, 4 એસએચઓ સહિત સાત એક્સાઈઝ અધિકારીઓને સસ્પેન્ડ કરી દીધાં છે. મુખ્યમંત્રીએ આ ઘટનામાં મરનારા લોકોના પરિવારજનોને 2 લાખ રૂપિયાની આર્થિક મદદની જાહેરાત કરી છે.

100 જગ્યાએ દરોડા પાડી 17ની ધરપકડ

પોલીસ આ મામલે સતત દરોડા પાડી રહી છે અને અત્યાર સુધીમાં 100 જગ્યાએ દરોડા પાડ્યા છે અને 17 લોકોની ધરપકડ કરી ચુકી છે અને અત્યાર સુધીમાં 25 લોકોની ધરપકડ થઈ ચુકી છે.

સૌથી વધુ મોત શહેરી વિસ્તારોમાં

રાજ્યમા સૌથી વધારે મોત જિલ્લાના મુખ્ય અને શહેરી વિસ્તારોમાં થઈ છે.  ઘણાં પીડિત પરિવારજનો નિવેદન નોંધવા માટે સામે આવી નથી રહ્યાં પરંતુ પોલીસ તેમને સહયોગ કરવા માટે પ્રેરિત કરી રહી છે.

ઘણા પરિવાર નથી આવી રહ્યા સામે

એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મોટાભાગના પરિવારજનો સામે નથી આવી રહ્યાં અને તેઓ કોઈ કાર્યવાહી નથી કરવા માંગતો કેટલાંક પરિવારજનો તો પોસ્ટમોર્ટમ પણ નથી કરવા દેતા. કેટલાંક પરિવારો તે માનવાથી પણ ઈનકાર કરી દીધો છે કે તેમના પરિવારજનનું મોત ઝેરી દારુ પીવાંથી થયું છે. તેઓ કહી રહ્યાં છે કે તેમનું મોત હાર્ટ અટેકથી થયું છે. કેટલાંકે તો પોલીસને જાણ કર્યા વિના અંતિમ સંસ્કાર પણ કરી દીધાં.

29 જુલાઈએ થયું હતું પહેલું મોત

ઉલ્લેખનિય છે કે, 29 જુલાઈની રાત્રે અમૃતસરના તારસિક્કાના તાંગડા અને મુચ્છલ ગામથી સૌથી પહેલા મોતના કેસ સામે આવ્યા અને તે પછી સતત અન્ય જગ્યાએથી પણ આ પ્રકારના કેસ સામે આવવા લાગ્યા. આ મામલે આમ આદમી પાર્ટી સહિત વિપક્ષે કેપ્ટન અમરિંદર સિંહ પાસે રાજીનામું માગ્યું છે. અકાળી દળે પંજાબ હરિયાણા હાઈકોર્ટના હાલના જજ પાસે તેની ન્યાયિક તપાસ કરાવવા માંગ કરી છે.

MUST READ:

Related posts

અયોધ્યામાં ભૂમિપૂજનનું મુહૂર્ત બતાવનાર પૂજારીએ મળી ધમકી, કાર્યક્રમમાં સામેલ ન થવાની આપી ચેતવણી

Pravin Makwana

ભગવાન રામ પુરૂષ દેવતા છે, અયોધ્યામાં મૂછવાળી મૂર્તિ લગાવો, મહારાષ્ટ્રના આ નેતાએ આપી શિખામણ

Pravin Makwana

પંચર બનાવતી યુવતીને જોઈ પોલીસે ગાડી ઉભી રાખી, ભાઈ બની રાખડી બંધાવી આજીવન રક્ષા કરવાનું વચન આપ્યું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!