GSTV
World

Cases
3375127
Active
2872721
Recoverd
391234
Death
INDIA

Cases
110960
Active
109462
Recoverd
6348
Death

સાદા ઢોકળા તો બહુ ખાધા આજે કંઈક નવું ટ્રાય કરો, આ રીતે ઢોકળામાં લાવો ટ્વીસ્ટ

રોજ સાંજ થાય અને સવાલ થાય કે આજે જમવામાં શું બનાવી શું? એક તો ઉનાળાનું વેકેશન અને એમાં પણ ઉનાળામાં કંઈ પણ જમવાનું ન ભાવે ત્યારે માંડ ગણીને એમુંક જ ઓપ્શન્સ જમવામાં બાકી રહે છે. તેમાં પણ ઘરમાં દરેક જણને અલગ અલગ ભાવતું હોય એટલે એક માટે તો કંઈક અલગ જમવાનું બનાવવાનું હોય જ. પણ આજની અમારી રેસીપી તમારી આ મુશ્કેલીને દુર કરી દેશે. ઘરના દરેક સદસ્યને ભાવે તેવી વાનગી આજે જરૂરથી ટ્રાય કરો. આજે જ ઘરે બનાવો ફણગાવેલા મગના ઢોકળા.

સામગ્રી:

  • ૧ વાડકી ફણગાવેલા મગ
  • ૨ વાડકી ચોખા
  • કટકો આદુ
  • ૨ નંગ લીલા મરચાં
  • હીંગ તેલ
  • સાજીના ફૂલ
  • લીંબુના ફૂલ
  • મરીનો ભૂકો
  • ૬ ૧ ટી.સ્પૂન મેથી
  • રાઈ
  • કોથમીર
  • ૧ નંગ લીલું મરચું

રીત:

ચોખાને પ થી ૬ કલાક માટે પલાળવા. તેમાં મેથી પણ નાંખવી. ત્યારબાદ ચોખાને તથા ઉગાડેલા મગને બરાબર વાટી નાંખી બંને ભેગાં કરવા. આદુ-મરચાં ખાંડી અને તેમાં નાંખવા. પ્રમાણસર મીઠું તથા હીંગ નાંખવા. બરાબર હલાવી તેનો આઠ કલાક આથો આવવા દેવો. ઢોકળીયામાં પાણી ઉકળવા મૂકી થાળીમાં તેલ લગાવી ખીરું રેડવું.

થાળી ઢોકળીયામાં મૂકી બફાવા દેવું. ત્યારબાદ બહાર કાઢી તેના ચોરસ કટકા કાપવા, ઢોકળા કઠણ લાગે તો દરેક થાળીએ ૦ા ટી.સ્પૂન સાજીના ફૂલ, ચપટી લીંબુના ફૂલ, ગરમ પાણી તેમજ ૧ ટી.સ્પૂન તેલ નાંખી ખૂબ જોરથી ફીણી અને ઢાંકળીયામાં મૂકી દેવું.

તૈયાર થયેલા ઢોકળામાં રાઈ, હીંગ, લીલા મરચાનાં મોટા કટકાનો વઘાર કરવો. લીલી ચટણી સાથે પીરસવા. અથવા દહીં-ચણાની દાળની ચટણી સાથે પીરસી શકાય. કઠોળને ફણગાવી અને પછી આથો લાવતા તેમાંના પોષકતત્ત્વોમાં ઘણો વધારો થાય છે. કોઈ પણ વધારાના ખર્ચ સિવાય પોષકતત્ત્વો વધારી શકાય છે, વિ. ‘બી૧’, ‘બી૨’, ‘નાયાસિન’માં વધારો થાય છે.

તેમજ વિ. ‘સી’ નવો ઉત્પન્ન થાય છે, કારણ કે ચોખા કે મગમાં સામાન્ય રીતે વિ. ‘સી’ હોતો નથી. આ જ ખીરામાંથી સેન્ડવીચ ટોસ્ટરમાં પણ ત્રિકોણાકારનાં ઢોકળા બનાવી શકો, જો સેન્ડવીચ ઢોકળા બનાવવા હોય તો પહેલાં થોડું ખીરું પાથરી, થોડીવાર ચઢવા દઈ ઉપર ચટણી પાથરી બાકીનું ખીરું રેડી ફરી ટોસ્ટર બંધ કરી તેને ગુલાબી થાય ત્યાં સુધી રાખવું. આ પ્રમાણે સેન્ડવીચ ઢોકળા પણ બની શકે.

Read Also

Related posts

શહેરોમાં વધતા આત્મહત્યાના બનાવો, વડોદરામાં બે અલગ અલગ કિસ્સામાં થયાં મોત

Pravin Makwana

લોકડાઉનમાં પણ મુકેશ અંબાણી પણ ધનવર્ષા: Jioમાં છઠ્ઠુ સૌથી મોટુ રોકાણ, અબૂધાબીની આ કંપની કરશે ડીલ

Bansari

કોરોના રસીને લઇને ટ્રમ્પનો મોટો દાવો, 2 મિલિયનથી વધારે ડોઝ તૈયાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!