ચેસમાં યુવા ખેલાડીનું ધમાકેદાર પ્રદર્શન,વિદેશમાં ભારતીયનો ડંકો વગાડ્યો

શતરંજની રમતમાં ભારતનો ડંકો વાગ્યો છે. વિદેશની ધરતી પર નાસીકનાં યુવા ખેલાડીએ ચેસની રમતમાં પૂર્વ વિશ્વવિજેતા એવા રશિયાનાં ખેલાડીને મ્હાત આપી છે. હાલ નેધરલેન્ડમાં સુપર ગ્રાન્ડ માસ્ટર ચેસ ટુર્નામેન્ટ ચાલી રહી છે. જો કે ખુશી અને ગમનાં સમાચાર એક સાથે આવ્યાં છે. નેધરલેન્ડમાં ભારતનાં યુવા માસ્ટર વિદિત ગુજરાતીએ પોતાનાં જીવનની સૌથી મોટી જીત હાંસલ કરી છે. તો બીજી તરફ ચેસનાં મેરેથોન મુકાબલામાં નોર્વેનાં કાર્લસને વિશ્વનાથને હરાવ્યાં છે.

ટાટા સ્ટીલ સુપર ગ્રાન્ડ માસ્ટર ચેસ સિરીઝનાં દસમા રાઉન્ડમાં રશિયાનાં વ્લાદિમીર ક્રામનિકને વિદીતે પરાજય આપ્યો છે. સફેદ પ્યાદા સાથે વિદીતે રશિયાનાં ક્રામનિકને આક્રમક જવાબ આપ્યો. એકતરફી થયેલા આ મુકાબલામાં માત્ર 29 ચાલ માં જ શાનદાર જીત નોંધાવી હતી. આ જીત સાથે જ વિદિતે પોતાનાં રેન્કમાં સુધાર કર્યો છે. સ્પર્ધામાં 5 પોઈન્ટ સાથે હવે તે સાતમાં નંબરનો ખેલાડી બની ગયો છે.

ભારતનાં વિશ્વનાથ આનંદ અને નોર્વેનાં મેગનસ કાર્લસન વચ્ચે થયેલા દમદાર મુકાબલામાં કાર્લસનની જીત થઈ હતી. સા઼ડા છ કલાક ચાલેલા આ મુકાબલામાં પ્યાદાની અદલાબદલી માં એવું લાગતું હતું કે મેચ ડ્રો થશે. પરંતુ રમતને અંતે 70મી ચાલ ચલતી વેળા વિશ્વનાથ આનંદની ભુલને કારણે હાથીની અદલાબદલી કરવી પડી અને કાર્લસને જીત નોંધાવી. આ મેચ બાદ નોર્વેનાં કાર્લસન 7 પોઈન્ટ સાથે પ્રથમ નંબરે છે. જો કે યજમાન નેધરલેન્ડનાં અનીશ ગિરી 6.5 પોઈન્ટ મેળવીને બીજા નંબર પર છે. મહત્વનું છે કે હાર્યા પછી ભારતનાં વિશ્વનાથ આનંદ, રશિયાનાં ઇયાન નેપોમનિયચી અને ચીનનાં ડિંગ લીરેન એમ ત્રણેય ખેલાડીઓ 6 પોઈન્ટ સાથે સંયુક્ત રીતે ત્રીજા નંબર પર છે.

READ ALSO

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter