GSTV
Home » News » રીંગમાં આ મહિલાથી ડરી ગયા ખેલમંત્રી, કાઢ્યું બહાનું કે હું મહિલાઓ સાથે નથી કરતો લડાઈ

રીંગમાં આ મહિલાથી ડરી ગયા ખેલમંત્રી, કાઢ્યું બહાનું કે હું મહિલાઓ સાથે નથી કરતો લડાઈ

કેન્દ્રિય ખેલ રાજ્ય મંત્રી કિરણ રીજીજુ અને 6 વખત વિશ્વ વિજેતા રહેલી કુસ્તીબાજ મૈરી કોમનો એક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં બન્ને સાંસદ મહાનુભાવો રિંગમાં એકબીજા સામે કુસ્તી કરતા નજરે પડે છે. કિરણ રીજીજુ મૈરી કોમનાં મુક્કાથી એટલા ભયભીત નજરે પડે છે કે તેમણે મૈરી કોમથી સામનો કરવાથી બચવા માટે એક ખાસ બહાનુ બતાવ્યું હતું. ટ્વિટર પર ખુદ રીજીજુએ આ વીડિયો શેયર કર્યો છે. જેમાં તેમણે જણાંવ્યું કે, તેમણે મૈરી કોમ સાથે કુસ્તી કરતા બચવા માટે કેવી યુક્તિ અપનાવી.

રિજીજુએ ટ્વિટર પર વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે, 6 વખત વર્લ્ડ બોક્સિંગ ચેમ્પિયન અને ભારતનું ગૌરવ મૈરી કોમ મારી સાથે કુસ્તી કરવા માટે સતત કહેતી રહિ કે, કમ ઓન…કમ ઓન…પરંતુ હું ઘણો ડરેલો હતો. તેથી મેં બહાનું બતાવ્યું અને કહ્યું કે હું મહિલા સાથે કુસ્તી કરતો નથી. 

તાજેતરમાં જ કેન્દ્રિય ખેલ પ્રધાન કિરણ રીજીજુ ઇન્દિરા ગાંધી સ્ટેડિયમ સ્પોર્ટ્સ ટ્રેનિંગ સેન્ટર-દિલ્હી પહોંચ્યાં હતાં. જ્યાં તેમણે બોક્સિંગ, સાઇકલિંગ અને જિમ્નાસ્ટીકનાં ખેલાડી અને કોચ સાથે મુલાકાત કરી હતી. અહિં રીજીજુએ તમામ રમતવીરોને રમતગમતનાં સારા સાધનો આપવાની વાત કરી હતી. જેથી તેઓ ઇન્ટરનેશનલ લેવલે સારૂ પ્રદર્શન કરી શકે. તેમણે જણાંવ્યું કે, વડાપ્રધાન મોદીનાં ખેલો ઇન્ડિયા કાર્યક્રમ હેઠળ રમત-ગમતને દેશનાં દરેક ખૂણામાં પહોંચાડવાનું કામ કરીશું.

READ ALSO

Related posts

ટ્રમ્પનું હિન્દીમાં Tweet : ‘हम भारत आने के लिए तत्पर हैं । हम रास्ते….’

Mayur

યુવતી સાથે ગુજરાત ભાજપના નેતાનો વીડિયો વાયરલ, ટ્રમ્પની મુલાકાત સમયે કાંડ ચર્ચામાં

Karan

ટ્રમ્પ અને મોદી જ્યાં મુલાકાત લેવાના છે ત્યાંના ફ્લેટવાસીઓને બારી ય નહી ખોલવા દેવાનો આદેશ

Mayur
Do NOT follow this link or you will be banned from the site!