અમદાવાદના સાબરમતી રીવરફ્રન્ટ ખાતે ૨૮ કરોડના ખર્ચે પાલડી ઉપરાંત શાહપુર પાસે શહેરીજનો માટે તૈયાર કરવામાં આવેલા બે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તૈયાર થઈ ગયા હોવા છતાં મ્યુનિ.ના શાસકો પાસે લોકોના ટેકસના નાણાંમાંથી બનાવવામાં આવેલા સ્પોર્ટસ કોમ્પલેકસ શરુ કરવાનો સમય નથી.

જાન્યુઆરી-૨૦૧૯માં 45 હજાર સ્કેવર મીટર જગ્યામાં અદ્યતન સ્પોર્ટસ કોમ્પલેકસ કરાયો છે તૈયાર
મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જાન્યુઆરી-૨૦૧૯માં 45 હજાર સ્કેવર મીટર જગ્યામાં અદ્યતન સ્પોર્ટસ કોમ્પલેકસ તૈયાર કરવા એમ.પટેલ ઈન્ફ્રાસ્ટ્રકચરને વર્ક ઓર્ડર આપવામાં આવ્યો હતો. પાલડી વિસ્તારમાં આવેલા એન.આઈ.ડી.પાસે ચાર ક્રીકેટ પીચ, પાંચ ટેનિસ કોર્ટ ઉપરાંત સ્કેટીંગ રીંગ તેમજ ૮૦૦ મીટરનો જોગીંગ ટ્રેક સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે.

કોંગ્રેસના કોર્પોરેટર શહેજાદ ખાન પઠાણની મળેલી પ્રતિક્રીયા મુજબ,પાલડી વિસ્તારના એન.આઈ.ડી.પાસે તેમજ શાહપુર પાસે બાસ્કેટ બોલ, ફુટબોલ અને જીમ સહીતની સુવિધા સાથે ૭૪૭૨ સ્કેવર મીટર જગ્યામાં બાંધવામાં આવેલા બંને સ્પોર્ટસ કોમ્પલેકસ ઘણાં સમયથી તૈયાર થઈ ગયા હોવા છતાં શાસકો દ્વારા તેનું લોકાર્પણ કરવામાં આવતુ નથી.

READ ALSO :
- મચ્છર મારવાના રેકેટમાં કેટલા વોલ્ટનો કરંટ હોય છે ? જો એટલો જ ઝાટકો આપણને લાગે તો ?
- ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જ કરતી વખતે ભૂલથી પણ ન કરશો આ કામ, નહીં તો થઈ શકે છે ભારે નુકસાન
- હવે દિલ્હી મેટ્રો 100 કિમીની ઝડપે દોડશે, આટલા સમય વહેલા પહોંચશે એરપોર્ટ
- દિલ્હીથી અમૃતસર જઈ રહેલી ટ્રેનના 8 ડબ્બા જુદા પડી ગયા, લોક પિન ખુલી જતા આ ઘટના સર્જાઈ
- શું તમે Facebook, Twitter અને Amazon જેવી ઘણી પ્રખ્યાત બ્રાન્ડના મૂળ નામોથી પરિચિત છો ?