પોતાને કલ્કિ ભગવાન ગણાવનાર કથિત ધર્મગુરૂ વિજય કુમારના ૪૦ ઠેકાણા પર આઈટી વિભાગે દરોડા પાડ્યા છે. આ દરોડા ચેન્નાઈમાં પાડવામાં આવ્યા છે. આ પહેલા આઈટી વિભાગે આંધ્ર પ્રદેશ, તમિલનાડુમાં આવેલા આશ્રમમાં પા઼ડ્યા હતા.

કથિત ધર્મગુરૂ પર આવક વેરામાં અનિયમિતતા દાખવવા બદલ કાર્યવાહી કરવામાં આવી રહી છે. આઈટી વિભાગે દરોડા દરમ્યાન ૫૦૦ કરોડ રૂપિયાની સંપતિને જપ્ત કરી છે. જેમા સોનુ અને વિદેશી ચલણનો પણ સમાવેશ થાય છે.

આવક વેરા વિભાગને માહિતી મળી હતી કે, આશ્રમ દ્વારા બેનામી સંપત્તિ એકત્ર કરવામાં આવી રહી છે. વિજય કુમારનો આ શખ્સ પોતાને કલ્કિ ભગવાનનો અવતાર સમજે છે.

તેણે ૧૯૮૦માં જીવાશ્રમ નામની સંસ્થા બનાવી હતી અને આ સંસ્થા દ્વારા લોકોને શિક્ષણ આપવામાં આવતુ હતુ. આ પહેલા કથિત ધર્મગુરૂ એલઆઈસીનો એજન્ટ પણ હતો.
READ ALSO
- SBIના ગ્રાહકો માટે છેલ્લી તક : આ એટીએમ કાર્ડ થઈ જશે બ્લોક, 31મી ડિસેમ્બર સુધી છે સમય
- 15 ડિસેમ્બરથી બદલાઇ જશે કેશ ટ્રાન્જેક્શનના નિયમો, જાણી લો નહી તો ભરાશો
- ફ્રી કૉલ અને ડેટાના દિવસો ગયાં, હજુ વધુ મોંઘા થઇ જશે ટેરિફ પ્લાન્સ
- ભારતમાં આ કંપની વેચી રહી છે સૌથી સસ્તા સ્માર્ટફોન, કિંમત જાણી ઉડી જશે હોશ
- NRC બિલના વિરોધ પ્રદર્શનોના કારણે મોદીના ખાસ મિત્રએ ભારતનો પ્રવાસ ટાળ્યો