GSTV

ઓસ્ટ્રેલિયન સ્પિનર લાયને ફટકારી ટેસ્ટ મેચોની ‘સદી’, હવે 400ના આંકડા પર છે તેની નજર

33 વર્ષીય ઓફ સ્પિનર નાથન લાયન ઓસ્ટ્રેલિયા માટે ટેસ્ટ મેચોની સદી ફટકારનાર 13મો ખેલાડી બની ગયો છે. લાયને ભારત સામેની ચોથી ટેસ્ટમાં ઉતરતાની સાથે જ 100 ટેસ્ટ મેચ રમવાની સિદ્ધી મેળવી. વર્ષ 2011માં શ્રીલંકાના ગાલે ખાતે ટેસ્ટ ડેબ્યૂ કરનાર નાથન લાયને અત્યારસુધી રમેલી 99 મેચમાં 396 વિકેટ ઝડપી છે. તે શેન વોર્ન (708) અને ગ્લેન મેક્ગ્રા (563) પછી ઓસ્ટ્રેલિયાનો ત્રીજો સૌથી સફળ બોલર છે. લાયને 18 વખત 5 વિકેટ ઝડપી છે જેમાં 50 રનમાં 8 વિકેટ ઝડપવાનું શ્રેષ્ઠ પ્રદર્શન પણ સામેલ છે.

લાયન 100 ટેસ્ટ રમનાર 13મો ઓસ્ટ્રેલિયન ખેલાડી

ઓસ્ટ્રેલિયા માટે 100 ટેસ્ટ મેચ રમવાની વાત છે તો લાયન અગાઉ રિકી પોન્ટિંગ (168), સ્ટીવ વૉ (168), એલન બોર્ડર (156), શેન વોર્ન (145), માર્ક વૉ (128), મેક્ગ્રા (124), ઈયાન હીલી (119), માઈકલ ક્લાર્ક (115), ડેવિડ બૂન (107), જસ્ટિન લેંગર (105), માર્ક ટેલર (104), મેથ્યૂ હેડન (103) આ સિદ્ધી મેળવી ચૂક્યા છે.

હવે 400 વિકેટના આંકડા પર છે નજર

ઓસ્ટ્રેલિયન ક્રિકેટર નાથન લાયને બ્રિસ્બેન ખાતે આ સિદ્ધી મેળવી ત્યારે રમત સાથે જોડાયેલી કંપની નાઈકીએ લાયનને એક વિશેષ રીતે તૈયાક કરવામા આવેલ શૂઝ ભેટમાં આપ્યા હતા. આ શૂઝ પર એનએલ 100 લખ્યું હતું અને સાથે ઓસ્ટ્રેલિયન ફ્લેગ પર બનેલો હતો. લાયને 29 વન-ડે અને 2 ટી-20 ઈન્ટરનેશનલ પણ રમી ચૂક્યો છે. પરંતુ તેને એક ટેસ્ટ બોલર તરીકે જ વધુ જોવામાં આવે છે. ડિસેમ્બર 2013માં લાયને ટેસ્ટ કરિયરમાં 100મી વિકેટ મેળવી હતી અને 2015માં 142 વિકેટ લઈ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાનો સૌથી સફળ ઓફ સ્પિનર બન્યો હતો. હવે તે 400 વિકેટની સિદ્ધી મેળવવાથી માત્ર 4 વિકેટ દૂર છે.

READ ALSO

Related posts

અબજોપતિની યાદી જાહેર: કોરોનાકાળમાં પણ આ લોકોની સંપત્તિ વધી, 40 બિઝનેસમૈન આ યાદીમાં જોડાયા

Pravin Makwana

ભાજપ-કોંગ્રેસને પછડાટ/ સૌરાષ્ટ્રમાં ‘આપ’ની એન્ટ્રી, આ બેઠક પર આમ આદમી પાર્ટીના ઉમેદવારની ફક્ત બે મતે જીત

Bansari

OMG/ ખભા પર સ્કૂટી લઈ રસ્તા પર નિકળ્યો શખ્સ, સોશ્યલ મીડિયા પર વીડિયો વાયરલ

Sejal Vibhani
Do NOT follow this link or you will be banned from the site!