GSTV

કોરોનાકાળમાં ઈમ્યૂનિટી સીસ્ટમને મજબૂત બનાવે છે હેલ્દી ‘પાલકનું રાયતુ’, બીમારીમાં પણ આપે છે રાહત

પાલક આયરન અને પૌષ્ટીક તત્વોથી ભરપૂર હોય છે. તો દહીં પણ પેટથી સંબંધિત બધી જ બીમારીઓથી દૂર રાખે છે અને ડાયઝેશનને પણ ખૂબ જ સારુ બનાવે છે. બદલા મૌસમને કારણે ઘણા પ્રકારના વાયરલ ઈન્ફેક્શ થાય છે. એવામાં શરીરને સ્વસ્થ રાખવુ પણ ખૂબ જ જરૂરી છે. આ સમયે હેલ્દી જમવાનું હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે. તો પાલકનું રાયતુ બનાવીને પરિવારના દરેક સભ્યોને બીમારીઓથી રાખો દુર. આ રાયતાને બ્રેકફાસ્ટ અને લંચમા તમે સરળતાથી સામેલ કરી શકાય છે. તેના સેવનથી કબ્જની સમસ્યા પણ દૂર થઈ જાય છે. જેને તમે દાળ-ચાવલ અને રોટલી-શાક સાથે આરામથી ખાઈ શકો છે. તો ચાલો બનાવીએ હેલ્દી ‘પાલક રાયતું’.

બનાવવા માટે સામગ્રી

  • દહીં- 2 કપ
  • પાલક- 2 કપ (ઝીણી સમારેલી)
  • લાલ મરચુ પાવડર-1/4 નાની ચમચી
  • જીરૂ પાવડર- 1/2 નાની ચમચી
  • ખાંડ- 1/2 નાની ચમચી
  • મરીનો ભૂક્કો- 1/2 નાની ચમચી
  • મીઠું સ્વાદપ્રમાણે
  • તેલ- 1નાની ચમચી
  • રાઈ- 1-4 ચમચી
  • લીમડાના પાન- 5 થી 6

બનાવવાની રીત

  • પાલકનું રાયતુ બનાવવા માટે સૌપ્રથમ એક પેનમાં તેલ નાખી ગરમ કરો.
  • બાદમાં જીરાનો વઘાર કરી તેમાં પાલકને નાખી નરમ થાય સુધી પકાવી લો.
  • 2 મિનિટ બાદ ગૈસ બંધ કરી દો અને તેને અલગ રાખી દો.
  • ત્યારબાદ એક બાઉલમાં દહીં, જીરુ પાવડર, લાલ મરચુ પાવડર, મરીનો ભૂક્કો અને મીઠું નાખી સારી રીતે મિક્સ કરી લો.
  • બાદમાં એક ફ્રાઈ પેનમાં તેલ ગરમ કરો અને તેમાં રાઈ, જીરુ અને લીમડાના પાન નાખીને ફ્રાઈ કરી લો.
  • હવે આ ફ્રાઈ થયેલી સામગ્રીને દહીમાં ભેળવીને તેને પાલકમાં ભેળવી દો.
  • તો તૈયાર છે ટેસ્ટી પાલકનું રાયતું.

Related posts

રિલાયન્સ જિયોના આ એક પગલાથી ટૂટી ગયા એરટેલ અને Viના શેર, જાણો તે પાછળના કારણો

Mansi Patel

કૃષિ બિલ / મોદી સરકારના 6 મંત્રીઓ કરેલી પ્રેસ કોન્ફરન્સ પર પાણી ફરી વળ્યું, છેલ્લા 6 વર્ષમાં સૌથી ઓછા ભાવ આ વખતે આપ્યા

Pravin Makwana

રાજ્ય બહારના કામદારોને હવે મુસાફરી ભથ્થું આપવું પડશે, 3 મજૂર બીલ પસાર થયા, કામદારોનું શોષણ હવે હદ વટાવશે

Dilip Patel
Do NOT follow this link or you will be banned from the site!