GSTV

કુમકુમ ભાગ્યનો સ્પીન ઓફ શો બનશે કુંડલી ભાગ્ય

સ્પીન ઓફ મૂવિ બનાવવાનો ટ્રેન્ડ બોલિવૂડમાં શરૂ થયોછે. અને આ પ્રકારના ફિલ્મ નામ શબાના લોકપ્રિય રહી હતી. હવે આ ટ્રેન્ડ ટેલિવૂડમાં પણ આકાર લેશે.

ટીઆરપી રેટિંગમાં સૌથી હાઇ ટીઆરપી મોટા ભાગે કુમકું ભાગ્ય શોના જ રહેતા હોય છે હવે બાલાજી પ્રોડક્શનની કર્તાહર્તા એકતા કપૂર  કુમકુમ ભાગ્યનો સ્પીન ઓફ શો કુંડલી ભાગ્ય બનાવાવના આયોજનમાં છે. સ્પીન ઓફ મૂવિ બનાવવાનો ટ્રેન્ડ બોલિવૂડમાં શરૂ થયોછે. અને આ પ્રકારન ફિલ્મ નામ શબાના લોકપ્રિય રહી હતી . હવે આ ટ્રેન્ડ ટેલિવૂડમાં પણ આકાર લેશે. આ બીડું એકતા કપૂર ઝડપ્યું છે. કુમકુમ ભાગ્ય શો ભલે હાઇ રેટિંગમાં હોય પરંતુ વારં વાર પ્રજ્ઞાનું કિડનેપ થવું અને આલિયા તથા તનુના વાહિયાત આઇડિયા જે હંમેશાં નિષ્ફળ જાય છે. આલિયા તથા તનું હંમેશાં એવા ષડયંત્રો બનાવે છે અને વિચારે છે કે આ પ્લાનિંગથી પ્રજ્ઞા ઘરમાંથી જતી રહેશે તથા અભિ તનુ સાથે લગ્ન કરી લેશે. પરંતુ અંતે તો પ્રજ્ઞાની સચ્ચાઈ જીતી જતી હોય છે અને રોકસ્ટાર અભિ તથા પ્રજ્ઞા વધુ નજીક આવતા હોય છે. દર્શકોને આ જોડી પદડા પર જોવી ગમે છે. અને તેથી શોમા ંઅમુક પ્રકારનું રિપીટેશન આવતું હોવા છતા ંદર્શકો આ જોતા હોય છે.

જોકે હવે એકતા કપૂર કુંડલી ભાગ્યના સ્પીન ઓફ શો દ્વારા પ્રજ્ઞા અને તેની માતા સરલા તથા તેની બહેન બુલબુલના જીવનનો પૂર્વાધ બતાવશે, કારણ કે દર્શકોએ અત્યાર સુધી પ્રજ્ઞાના લગ્ન માટે ઉતાવળી થતી સરલા અને તેના પરિવારને તથા  અભિ સાથે લગ્ન કરીને ગયેલી પ્રજ્ઞાને જોઈ છે. પરંતુ તેના પિતા કોણ હતા, તેઓનો કુમકુમ ભાગ્ય હોલ કેવી રીતે બન્યો તે તમામ બાબતો સ્પીન ઓફ કુંડલી ભાગ્યમાં દર્શાવવામાં આવશે.

ટેલિવૂડના સૂત્રો દ્વારા એવું પણ જણાવવામાં આવી રહ્યું છે તે આ શો ઝી ટીવી પર કુમકુમ ભાગ્યને પેરેલલ ચાલશે.   અને કુંડલી ભાગ્ય શો ઝીવી પરના શો એક થા રાજા એક થી રાનીને રિપ્લેસ કરી શકે છે. ચેનલ દ્વારા કે એકતા કપૂરના બાલાજી પ્રોડક્શન દ્વારા આ અંગેની કોઈ સત્તાવાર જાહેરાત હજી સુધી કરવામાં આવી નથી. જો આ શો સફળ રહે છે તો ટેલિવૂડમાં અન્ય શોના પણ સ્પીન ઓફ શો જોવા મળી શકે છે.


GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Facebook | Youtube | Twitter

Related posts

બોબી દેઓલની સાથે આશ્રમમાં ઈન્ટીમેટ સીન આપવાવાળી ત્રિધા ચૌધરીની આ છે ઈચ્છા!

Ankita Trada

KBCમાં ધોનીને લઈને પુછાયો આ સવાલ તો સ્પર્ધકે લેવી પડી 2 લાઈફલાઈન, તમે પણ નહિ જાણતા હોવ સાચો જવાબ

pratik shah

તારક મહેતાની સોનુએ સૌના હોશ ઉડાવી દેતા ફોટો પોસ્ટ કર્યા, માણી રહી છે અહીં રજાઓ

Karan
Do NOT follow this link or you will be banned from the site!