GSTV

IND vs NZ / ચાલુ મેચમાં સ્પાઈડર કેમ આવ્યો નીચે, વિરાટ કોહલી સહિત ખેલાડીઓએ કરી મસ્તી: જુઓ વીડિયો

કોહલી

Last Updated on December 5, 2021 by GSTV Web Desk

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટેસ્ટ સિરીઝની બીજી અને છેલ્લી મેચ મુંબઈના વાનખેડે મેદાન પર રમાઈ રહી છે. આ મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી કેમેરા સાથે મસ્તી કરતો જોવા મળ્યો હતો. તેની મસ્તી કેમેરામાં રેકોર્ડ થઈ ગઈ હતી. આ દરમિયાન અન્ય ભારતીય ખેલાડીઓ પણ કેમેરા સાથે મસ્તી કરતા જોવા મળ્યા હતા.

કોહલી

હકીકતમાં ત્રીજા દિવસે જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમ તેની બીજી ઇનિંગ રમવા મેદાન પર આવી હતી. ત્યાર મેદાન પરનો સ્પાઈડર કેમેરો જે દોરડાથી બાંધેલો હતો તે નીચે આવી ગયો. જેના કારણે રમતને થોડીવાર માટે રોકવી પડી હતી. પરંતુ આ દરમિયાન ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ટીમના અન્ય ખેલાડીઓ કેમેરા સાથે મસ્તી કરવા લાગ્યા. ખેલાડીઓની મસ્તી કરતા વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે. આ અંગે લોકો જુદી જુદી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધનીય છે કે મુંબઈ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડના સ્પિન બોલર એજાઝ પટેલે પ્રથમ ઈનિંગમાં તમામ ભારતીય બેટ્સમેનોને આઉટ કરીને ઈતિહાસ રચ્યો હતો અને એક ઈનિંગમાં 10 વિકેટ પોતાના નામે કરી હતી. તેના પછી ન્યૂઝીલેન્ડની ટીમ ભારતીય બોલરો સામે 62 રનમાં ઘૂંટણિયે પડી આવી હતી. ભારતે તેની બીજી ઈનિંગ 276 રન પર ડિકલેર કરી અને ન્યુઝીલેન્ડને 540 રનનો લક્ષ્યાંક આપ્યો.

Read Also

Related posts

ગોવા ઓથોરિટી ઓફ એડવાન્સ રૂલિંગનો મહત્વપૂર્ણ ચુકાદો, આ જમીનોના વેચાણ પર નહિ ભરવો પડે જીએસટી

GSTV Web Desk

વધુ એક મંદિર બંધ / કોરોના સંક્રમણ વધતા શક્તિપીઠ બહુચરાજી આ તારીખ સુધી બંધ, દર્શનાર્થીઓ નહીં કરી શકે દર્શન

GSTV Web Desk

પ્રાકૃતિક જિલ્લાની જાહેરાત દિવા તળે અંધારા જેવી, સમગ્ર ગુજરાતને જાણ પણ ડાંગના આદિવાસી ખેડૂતો છે અજાણ

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!