GSTV

ભારતના આ રાજ્યમાં મળે છે તીખાં રસગુલ્લાં, કિંમત જાણી નહીં થાય વિશ્વાસ

એકદમ મુલાયમ અને સ્પંજી રસગુલ્લાંનું તો નામ પડતાં જ મોંમાં પાણી આવી જાય. હવે તો માત્ર શહેરો જ નહીં, પરંતુ ગામડાંમાં પણ લગ્નપ્રસંગોમાં તેની ઘણી ડીમાન્ડ જોવા મળે છે. પરંતુ તમે ક્યારેય વિચાર્યું નહીં હોય કે, આ મીઠાં મધુર રસગુલ્લાં તીખાં હોય તો કેવાં લાગે?

વાત સાંભળવામાં થોડી અજીબ લાગે, પરંતુ સત્ય છે, તીખાશનો ઓવરડોઝ આપવા માટે અહીં રસગુલ્લાં સાથે લીલું મરચું પણ આપવામાં આવે છે. આ રસગુલ્લાં વિશે સાંભળીને તમને પણ એમ થશે કે, આવાં રસગુલ્લાં કોણ ખાય. પરંતુ પશ્ચિમ બંગાળના મિદનાપુર વિસ્તારની એક દુકાનમાં સૌથી અનોખાં રસગુલ્લાં મળે છે. આ દુકાનમાં ગરમાગરમ તીખાં રસગુલ્લાં બનાવવામાં આવે છે, અને તેની આ અનોખી સ્ટાઇલના કારણે જ અહીં ગ્રાહકોની ભીડ જામે છે.

આ રસગુલ્લાંને પારંપારિક કરતાં એકદમ ઉલટી રીતે બનાવવામાં આવે છે. ગળ્યાના શોખીન લોકો પણ આ રસગુલ્લાં બહુ મજાથી ખાય છે. મિદનાપુરમાં ચર્ચ સ્કૂલની પાસે આવેલ આ મિઠાઇની દુકાનમાં તીખાં રસગુલ્લાં ખાવા લોકોની ભીડ જામે છે.

આ તીખાં રસગુલ્લાંની શોધ કરનાર અરિંદમ શૉનું કહેવું છે કે, પહેલાં હું પણ, ગોળ, કેસર, હાજમ અને કેરીનાં સામાન્ય રસગુલ્લાં બનાવતો હતો, પરંતુ પછી ખબર પડી કે, લોકોને ટેસ્ટમાં ચેન્જ ગમે છે, એટલે મેં પણ કઈંક હટકે વિચારવાનું શરૂ કર્યું.

આ હટકે સ્ટાઇલનાં રસગુલ્લાંની કિંમત માત્ર 10 જ રૂપિયા છે. સૌથી મહત્વની વાત તો એ છે કે, ડાયાબિટીસનાં દર્દીઓ પણ બિંદાસ ખાઇ શકે છે આ રસગુલ્લાં.

Read Also:

Related posts

1.8 કરોડ ભારતીયોને મોદી સરકારની ભેટ, આ 18 રાજ્યો બેન્ક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરશે 5000 કરોડ રૂપિયા

Arohi

દેશમાં છેલ્લા સપ્તાહમાં 3 ગણા દર્દીઓ વધ્યા, એપ્રિલમાં એવરેજ દરરોજ નવા 500 કેસ નોંધાયા

Pravin Makwana

અસમના MLA એ ક્વોરન્ટાઈન સેન્ટર પર સાંપ્રદાયિક ટીપ્પણી કરતા ધરપકડ, દેશદ્રોહની ફરીયાદ પણ દાખલ

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!