GSTV

ટૂંક સમયમાં મસાલાના ભાવ સસ્તા થાય તો નવાઈ પામતા નહીં, આ રહ્યું સૌથી મોટુ કારણ

કોરોના મહામારી અને લોકડાઉનના કારણે બજારમાં દરરોજ નવા નવા સમીકરણો બદલાઈ રહ્યા છે. બજારમાં કોઈ એવો વર્ગ નહીં હોય, જેના પર કોરોનાની અસર થઈ નહીં હોય. ત્યારે આવુ હળદર, મસાલાની બજારોમાં પણ જોવા મળ્યુ છે. લોકડાઉનમાં લગ્ન વિવાહ ન થવાના કારણે હોટલ, રેસ્ટોરંટ બંધ રહેતા ધંધા રોજગાર પણ છીનવાઈ ગયા છે. આ લોકડાઉનના કારણે અનેક સેક્ટરની સાથે સાથે આ સેક્ટરમાં પણ ખાસ્સી નકારાત્મક અસર ઉત્પન્ન થઈ છે. ત્યારે હવે ધંધાર્થીઓનું કહેવુ છે કે, કા તો માલ સસ્તો કરી જલ્દી વેચવો પડશે અથવા તો ડેટ એક્સપાયર થયા બંધ તેને ફેંકી દેવો પડશે.

લોકડાઉનના કારણે 50 ટકા માલ નથી વેચાયો

દિલ્હીના વેપારીઓ જણાવે છે, વર્ષોથી આ મસાલાની બજાર સાથે જોડાયેલા છે, તેઓ જણાવે છે કે, અમારી ત્યાં વેજ અને નોન વેજ બધી પ્રકારના મસાલા મળે છે. દિલ્હીની લગભગ મોટા ભાગની હોટલ અને રેસ્ટોરન્ટમાં અહીંથી મસાલાઓ સપ્લાઈ થાય છે. પણ એપ્રિલથી સપ્ટેમ્બર સુધી હોટલ રેસ્ટોરન્ટ બંધ રહ્યા છે. લગ્ન વિવાહ પણ થતાં નથી. તેથી અમારો લગભગ 50 ટકા માલ એમ જ પડી રહ્યો છે.

આ વેપારીઓ આગળ જણાવે છે કે, જો માલની એક્સપાયરી થવાની વાત કરીએ તો, અમારા મસાલાઓ પર એક વર્ષની એક્સપાયરી હોય છે. પણ જો હવે સરકારે જલ્દીથી હોટલ રેસ્ટોરન્ટ અને લગ્ન સમારંભ ચાલૂ કરવાની છૂટ નહીં આપી તો અમારા માલ ખરાબ થઈ જશે. આમ પણ અમે એક્સપાયર માલને ડંપ કરી ફેંકી જ દઈએ છીએ.

સસ્તા ભાવે પણ વેચવો પડશે માલ, નફો ન થાય તો કંઈ નહીં મૂળ કિંમત નિકળે એટલે બસ

તો વળી અન્ય વેપારીઓનું કહેવું છે કે, મોટા ભાગના મસાલા પેકેટમાં આવે છે. ત્યારે આ પેકેટમાં એક્સપાયરી પણ વધારે હોતી નથી. ઘણી બધી કંપનીઓ માલ પાછો પણ લેતી નથી. ત્યારે હવે જલ્દીથી આ માલ વેચવો પડશે. પ્રયત્ન તો એવો રહેશે કે, મૂળ કિંમત નિકળી જાય તો પણ ઘણુ અન્યથા આ માલ ફેંકી દેવો પડશે. નફો ન થાય તો કંઈ નહીં, પણ તેની થોડી ઘણી મૂળ કિંમત નિકળી જાય તો પણ કામ થઈ જાય. બીજી બાજૂ હમણા હોટલ અને રેસ્ટોરન્ટમાં ગ્રાહકો દેખાતા પણ નથી. તેથી મસાલાના વેપારીઓ માથે તો હાલ મોટી આફત આવી પડી છે.

READ ALSO

Related posts

આણંદ તાલુકાના આ ગામની શાળાના 6-7 વર્ગને મર્જ કરવાનો નિર્ણય કરવામાં આવતા લોકોએ કરી તાળાબંધી

Nilesh Jethva

હળવદના દેવીપુરમાં કોરોનાના 35 કેસ નોંધાતા તંત્રમાં મચી દોડધામ

Nilesh Jethva

તાલાલા ગીરના આદિવાસી યુવાને અરુણાચલ પ્રદેશની સરહદે શહીદી વહોરી

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!