GSTV
Home » News » જેટ એરવેઝના કર્મચારીઓ આંનદો,સ્પાઇસજેટે 500 થી વધુ ક્રૂ મેમ્બરની કરી ભરતી

જેટ એરવેઝના કર્મચારીઓ આંનદો,સ્પાઇસજેટે 500 થી વધુ ક્રૂ મેમ્બરની કરી ભરતી

જેટ એરવેઝની સેવાઓ બંધ થવાને કારણે મુશ્કેલીમાં મુકાયેલાં તેનાં કર્મચારીઓ માટે રાહતનાં સમાચાર છે. ANIની ટ્વીટ મુજબ સ્પાઈસજેટે કહ્યુ છેકે, જેમ જેમ અમે ગ્રોથ કરી રહ્યા છીએ એમ અમે જેટ એરવેઝમાંથી નિરસ્ત થયેલાં કર્મચારીઓને પહેલાં પ્રેફરન્સ આપીશું.

અમે પહેલાં જ 100થી વધારે પાયલટ્સ, 200થી વધારે કેબિન ક્રૂ અને 200થી વધારે ટેક્નિકલ અને એરપોર્ટ સ્ટાફને હાયર કર્યા છે.. સ્પાઈસજેટે કહ્યુ છેકે, અમે હજી પણ વધુ સ્ટાફ હાયર કરીશું.અમે મોટી સંખ્યામાં વધુ વિમાનો જોડવાના છીએ. સ્પાઈસજેટ દરેક પગલાં ભરશે, જેનાથી યાત્રીઓને મુશ્કેલીનો સામનો કરવો ન પડે.સાથે જ અમે બિઝી સેશનમાં તે ભારતીય ગ્રાહકો માટે તત્પર છીએ જેમને સીટ મળવામાં પરેશાની થઈ રહી છે.

સ્પાઈસજેટે ગુરૂવારે દિલ્હી-મુંબઈ જેવા શહેરોને ટુ ટાયર શહેરો સાથે જોડવા માટે 24 નવી ફ્લાઈટ્સની જાહેરાત કરી છે.. જેમાંથી સૌથી વધારે ફ્લાઈટ્સ મુંબઈને કોલકાતા, જયપુર, હૈદરાબાદ, બાગડોગરા, મેંગ્લોર અને અમૃતસરને લિંક કરશે. તેના સિવાય દિલ્હી-મુંબઈ-દિલ્હીને બે વધુ ફ્રિકવન્સી મળી જશે. મહિનાની શરૂઆતમાં એરલાઈને કોલકાતા, ચેન્નાઈ અને વારાણસીને મુંબઈ સાથે જોડવા માટે 6 નવી ફ્લાઈટ્સની જાહેરાત કરી હતી.. હાલમાં જે નવી ફ્લાઈટ્સ જોડવામાં આવે છે.. તેમાં દિલ્હી-પટણા-દિલ્હી અને દિલ્હી-બેંગલુરુ-દિલ્હીનો સમાવેશ થાય છે.. આ દરેક ફ્લાઈટ્સ 26 એપ્રિલથી રોજ ઓપરેટ થશે..

READ ALSO

Related posts

ગાજીપુરમાં બસપાને બદલે ભાજપને મત આપનારી મહિલાની પતિએ કરી હત્યા

Dharika Jansari

રાહુલ ગાંધી સહિતના કોંગ્રેસના નેતાઓને મોટી રાહત મળી, 5000 કરોડના દાવા અમદાવાદમાંથી પરત ખેંચાયા

Karan

પરિણામ પહેલાં 21 પાર્ટીઓની બેઠક, સુપ્રીમ બાદ હવે ચૂંટણીપંચનો દરવાજો ખખડાવ્યો

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!