GSTV
World

Cases
4778209
Active
6299253
Recoverd
537971
Death
INDIA

Cases
259557
Active
439948
Recoverd
20160
Death

જુલાઈ મહિનાથી સ્પાઈસજેટ શરૂ કરશે આઠ નવી ઈન્ટરનેશનલ ઉડાનો

આવતા મહિને દેશની દિગ્ગજ લો કોસ્ટ એરલાઈન કંપની સ્પાઈસજેટ આઠ નવી ઈન્ટરનેશનલ ઉડાનો શરૂ કરશે. આ નવી ઉડાનો મુંબઈ અને દિલ્હીથી શરૂ કરશે.

આ શહેરો માટે ડાયરેક્ટ ફ્લાઈટ

જે શહેરો માટે સ્પાઈસજેટ ડાયરેક્ટ ફ્લાઈટ શરૂ કરવા જઈ રહી છે, તેમાં રિયાદ, ઢાકા, જેહાદનો સમાવેશ થાય છે. કંપનીએ કહ્યુ છેકે, તે આ રૂટ ઉપર 168 સીટો વાળા બોઈંગ 737-800 વિમાનો ચલાવશે.

પહેલીવાર આ શહેરો માટે ફ્લાઈટ

સ્પાઈસજેટે કહ્યુ હતુકે, તે પહેલી એવી લો કોસ્ટ એરલાઈન છે જે મુંબઈને રિયાદ અને ઢાકાથી તેમજ દિલ્હીને ઢાકા અને જેહાદ્દથી કનેક્ટ કરશે. રિયાદ સાઉદી અરબની રાજધાની છે. સ્પાઈસજેટનું મધ્યપૂર્વમાં ચોથુ અને આંતરરાષ્ટ્રીય રીતે 10મું શહેર છે. કંપનીનું કહેવું છેકે, મુંબઈ-ઢાકા-મુંબઈ અને મુંબઈ-રિયાદ-મુંબઈની ઉડાનો 25 જુલાઈ તેમજ 15 ઓગષ્ટથી શરૂ કરશે. તે દિલ્હીથી ઢાકા અને જેહાદ્દની ઉડાન 31 જુલાઈથી શરૂ કરશે. પહેલી જૂલાઈથી ગુવાહાટી-ઢાકા-ગુવાહાટી માર્ગ ઉપર ઉડાનો શરૂ કરશે.

સ્પાઈસજેટે કહ્યુ હતુકે, ગુવાહાટીથી બાંગ્લાદેશની રાજધાની ઢાકા માટે પહેલી જૂલાઈથી નવી ઉડાનો શરૂ થશે.  જેનો ઉદ્દેશ્ય સરકારી સબસિડીની મદદથી ભારતીય રાજ્યો અને સિલેક્ટેડ આંતરરાષ્ટ્રીય સ્થળોની વચ્ચે હવાઈ સંપર્કને વધારવાનો છે. 20 જૂનથી તેના ડોમેસ્ટિક નેટવર્ક ઉપર મોટ્રો અને નોન મેટ્રો શહેરોને જોડનારી 14 સીધી ઉડાનો શરૂ કરી દીધી છે. હાલમાં સ્પાઈસજેટના કર્મચારીઓની સંખ્યા 14,000 છે. અને તેની પાસે 100 વિમાન છે. એરઈન્ડિયા, જેટ એરવેઝ અને ઈન્ડિગો બાદ તે ચોથી એરલાઈન છે જેની પાસે 100 વિમાન છે.

READ ALSO

Related posts

સુરતના આ વિસ્તારોમાં ખાણી-પીણીની લારીઓ પર 7 દિવસ સુધી પ્રતિબંધ

Bansari

મેઘ મહેર: રાજ્યમાં સિઝનનો સરેરાશ 8.37 ઈંચ,મોસમનો 25.60 ટકા વરસાદ નોંધાઈ ચુક્યો

pratik shah

‘લોકડાઉનમાં કંટાળી ગયો હતો’ આર્થિક તંગીથી ત્રસ્ત રત્નકલાકારનો આપઘાત

Bansari
Do NOT follow this link or you will be banned from the site!