GSTV
Home » News » ભારતે ઇથિઓપિયાની વિમાન દૂર્ઘટના બાદ તમામ બોઇંગ વિમાન ગ્રાઉન્ડેડ કર્યા, સ્પાઇસજેટની ૩૫ ફલાઇટ રદ્દ

ભારતે ઇથિઓપિયાની વિમાન દૂર્ઘટના બાદ તમામ બોઇંગ વિમાન ગ્રાઉન્ડેડ કર્યા, સ્પાઇસજેટની ૩૫ ફલાઇટ રદ્દ

india grounded boeing 737

ઇન્ડિયન એરલાઇન દ્વારા ઉડાડવામાં આવતા બોઇંગ ૭૩૭ મેક્સ વિમાનોને આજે ગ્રાઉન્ડેડ કરવામાં આવ્યા હતા અને સ્પાઇસજેટની ૩૫ ફલાઇટને પણ રદ કરવામાં આવી હતી. એમ નાગરિક ઉડ્ડયન સચિવે કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે આજનો દિવસ પડકારભર્યો હતો. સ્પાઇસજેટની દરરોજની ૫૨૦ પૈકી ૩૫ ફલાઇટને રદ કરવી પડી હતી. સ્પાઇસજેટ એરલાઇન પાસ ૧૨ બોઇંગ વિમાન હોવાથી સૌથી વધારે તેની પર જ અસર પડી હતી. જ્યારે જેટ એરવેઝ પાસે  પાંચ જ બોઇંગ મેક્સ વિમાન હોવાથી તેને જરાય અસર પડી નહતી.

બુધવારે સવારે નાગરિક ઉડ્ડયનના  મંત્રાલયે કહ્યું હતું કે બોઇંગ ૭૩૭ મેક્સ-૮ને ભારતીય હવાઇ સરહદમાં ઉડવાની પરવાનગી અપાશે.’ આવી પરિસ્થિતિમાં તેઓ કેવી રીતે કામ કરશે તે અંગે અમે એરલાઇન અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. તેમણે ખાતરી આપી હતી ેકે ૧૨ વિમાનને ગ્રાઉન્ડેડ કરવાથી પેસેન્જરો પર કોઇ ખાસ અસર નહી પડે અને તેઓ નવી યોજનાઓ બનાવશે’એમ સચિવે કહ્યું હતું.

ડીજીસીએના પ્રવકતાના જણાવ્યા અનુસાર, તમામ ભારતીય એરપોર્ટ થી રવાના થવાની અને આવનારી ૭૩૭ મેક્સની સેવા બંધ કરાઇ હતી. સાંજના ચાર વાગ્યાથી તેઓ ભારતીય હવાઇ ક્ષેત્રમાં પ્રવેશ કરી શકશે નહીં’.

દરમિયાન બુધવારે વિશ્વના ૫૦ દેશોએ તેમને ત્યાંની બોઇંગ ૭૩૭ મેક્સની વિમાની સેવાઓ બંધ કરી હતી. જે દેશોએ સેવા બંધ કરી હતી તેમાં ભારત, ઓસ્ટ્રેલિયા, દુબઇ, નોર્વે, પોલેન્ડ, જર્મની, ચીન, બ્રાઝિલ, વિયેતનામ અને  આર્જેન્ટીના સહિતના દેશોનો સમાવેશ થતો હતો.

ઓસ્ટ્રલિયા પાસે જો કે એક પણ બોઇંગ વિમાન નથી, પરંતુ તેણે અમેરિકી ઉત્પાદકને આવા ૩૦ વિમાનો આપવા  ઓર્ડર આપ્યો હતો. નોર્વેની નાગરિક ઉડ્ડયન સેવાએ તેના ૧૮ બોઇંગ વિમાન મેક્સ-૮ પર પ્રતિબંધ મૂક્યો હતો અને સેવામાંથી દૂર કર્યા હતા.

Related posts

આઇએનએક્સ મીડિયા મની લોન્ડરિંગ કેસમાં પી ચિદમ્બરમ ૨૪ ઓક્ટોબર સુધી ઇડીની કસ્ટડીમાં

Arohi

મને દોષ આપવાનું બંધ કરો, પાંચ વર્ષથી ભાજપનું શાસન છે: મનમોહન

Mayur

પાકિસ્તાનના F-16 લડાકુ વિમાને ભારતીય યાત્રી વિમાનનો કર્યો પીછો

Dharika Jansari
Do NOT follow this link or you will be banned from the site!