GSTV
Home » News » મુસાફરો આંનદો, આ એરલાઈન કંપની નવી સ્થાનિક ફ્લાઇટ્સ સર્વિસની કરશે શરૂઆત

મુસાફરો આંનદો, આ એરલાઈન કંપની નવી સ્થાનિક ફ્લાઇટ્સ સર્વિસની કરશે શરૂઆત

સસ્તા હવાઈ મુસાફરી ઓફર કરનારી કંપની સ્પાઈટજેટે બુધવારના રોજ ૨૦ નવી સ્થાનિક ફ્લાઈટ્સ શરૂ કરવાની જાહેરાત કરી છે. આ ફ્લાઈટ્સમાંથી ૧૮ જેટલી ફ્લાઈટ નાણાકીય રાજધાની મુંબઈથી અન્ય મેટ્રો અને નોન-મેટ્રો શહેરોને જોડશે. સ્પાઇસજેટે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, આ નવી સેવાઓ ૨૬ મે થી 30 મેની વચ્ચે શરૂ થશે.

આ ફ્લાઈટ્સમાં મુંબઈથી પ્રાદેશિક સ્થળો જેવા કે, થિરુવનંતપુરમ, વિજયવાડા અને તિરુપતિની ફ્લાઇટ્સનો સમાવેશ થશે. કંપનીએ વધુમાં જણાવતાં કહ્યું કે, મુંબઇ-કોલકાતા રૂટ સિવાયની તમામ નવી ફ્લાઇટ્સ દૈનિક ધોરણે કાર્યરત રહેશે. મુંબઇ-કોલકાતા ફ્લાઇટની કામગીરી બુધવાર અને રવિવારના રોજ બંધ રહેશે.

એરલાઇન્સે જણાવ્યું હતું કે, નવી ફ્લાઇટ્સને કારણે થિરુવનંતપુરમ, વિજયવાડા, ગોવા, હૈદરાબાદ, તિરુપતિ, કોચી, કોલકતા, કાનપુર અને પટનાથી મુસાફરો ઘણા શહેરોમાં મુસાફરી કરી શકશે.

READ ALSO

Related posts

સેક્સ માણવાથી થઇ ગયો ડેન્ગ્યુ, રિપોર્ટમાં આ જોઇને ડોક્ટર્સ પણ રહી ગયાં દંગ

Bansari

મોબાઈલ ધારકો માટે આવ્યા અત્યાર સુધીના સૌથી ખરાબ સમાચાર, કંપનીઓ હવે તેજીનો લાભ લેવાના મૂડમાં

Bansari

બેંકોમાં હવે પાનકાર્ડને બદલે આધારકાર્ડ પણ ચાલશે, સરકારે જુઓ બદલી દીધા આ નિયમો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!