GSTV
Home » News » મુંબઈ એરપોર્ટ પર લૅન્ડિંગ સમયે લપસ્યુ સ્પાઈસજૅટનું પ્લેન, મોટી દુર્ઘટના ટળી

મુંબઈ એરપોર્ટ પર લૅન્ડિંગ સમયે લપસ્યુ સ્પાઈસજૅટનું પ્લેન, મોટી દુર્ઘટના ટળી

મુંબઈ એરપોર્ટ પર સોમવારની રાત્રે એક મોટી દુર્ઘટના થતા-થતાં ટળી ગઈ હતી. અહીં રનવે પર સ્પાઈસજૅટનું પ્લેન લેન્ડિંગ સમયે લપસ્યુ હતુ. જોકે, તેમાં કોઈ દુર્ઘટના બની નથી. મુંબઈ એરપોર્ટના પીઆરઓનું કહેવું છેકે, આ ઘટનામાં કોઈ ઘાયલ થયુ નથી. વિમાનમાં બધાજ યાત્રીઓ સુરક્ષિત છે.

જયપુરથી મુંબઈ આવેલા સ્પાઈસજૅટનું પ્લેન લૅન્ડિંગ સમયે રનવે એરિયામાં લપસી ગયુ હતુ. આ ઘટનાને પગલે યાત્રીઓમાં ભય પેસી ગયો હતો. જોકે, કોઈ યાત્રીને ઈજા પહોંચી નથી. વિમાનમાં બધાજ યાત્રીઓ સુરક્ષિત છે. સતત વરસાદને કારણે મુંબઈ એરપોર્ટનો મુખ્ય રનવે બંધ કરી દેવામાં આવ્યો છે.

જ્યારે એક ખાનગી ન્યૂઝચેનલ સાથે વાત કરતાં એક યાત્રીએ જણાવ્યુ હતુકે, આ ઘટનામાં 3થી 4 યાત્રીઓને સામાન્ય ઈજા પહોંચી છે. ઉલ્લેખનીય છેકે, છેલ્લાં 48 કલાકથી મુંબઈમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. બીએમસી અધિકારીઓ મુજબ મુંબઈમાં છેલ્લાં 10 વર્ષમાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે. આની પહેલાં સૂરત જતી સ્પાઈસજેટની એક ફ્લાઈટ રનવે પર લેન્ડિંગ સમયે લપસી ગઈ હતી.

READ ALSO

Related posts

છેલ્લાં કેટલાંક સમયથી વ્હોટસએપ છે ખૂબ ચર્ચામાં, દેશમાં 121 યુઝર્સ જાસૂસીની આ પ્રક્રિયાથી પ્રભાવિત

pratik shah

રાજ્યમાં મગફળીની પુન: ખરીદ પ્રક્રિયા શરૂ કરાઈ, 26 જિલ્લાના 105 તાલુકામાંથી ખેડૂતોએ ટેકાના ભાવે કર્યું વેચાણ

pratik shah

ગાંધીનગરમાં સીએમ ડે.સીએમની અધ્યક્ષતામાં કેબીનેટની બેઠક, પાક નુક્સાનના સર્વેનો રિપોર્ટ કરાયો રજૂ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!