GSTV
Business

મંદી દરમિયાન પાયલટ્સના અચ્છે દિનઃ સ્પાઈસજેટે પગાર વધારીને 7.5 લાખ રૂપિયા કર્યો

ભારતમાં લો કોસ્ટ એરલાઈન્સ ગો ફર્સ્ટની નાદારી વચ્ચે સ્પાઈસજેટ એરલાઈન્સના પાઈલટ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. 18મી વર્ષગાંઠના અવસર પર, ગુરુગ્રામની લો કોસ્ટ એરલાઇન્સ સ્પાઇસજેટે કહ્યું છે કે તેણે તેના પાઇલટનો પગાર વધારીને 7.5 લાખ રૂપિયા કર્યો છે. 16 મે, 2023 થી, સ્પાઇસજેટના પાઇલોટ્સનો પગાર વધારવાનો આ નિર્ણય લાગુ કરવામાં આવ્યો છે.

સ્પાઇસજેટે કહ્યું છે કે તેના કેપ્ટનને મહિનામાં 75 કલાક ઉડાન ભરવા માટે 7.5 લાખ રૂપિયાનો પગાર આપવામાં આવે છે. સ્પાઇસજેટમાં ટ્રેનર્સ અને ફર્સ્ટ ઓફિસરના પગારમાં પણ નોંધપાત્ર વધારો કરવામાં આવ્યો છે. હાલમાં સમગ્ર વિશ્વમાં આર્થિક મંદીનો ભય છે અને લોકો તેમની નોકરી ગુમાવી રહ્યા છે, તાજેતરમાં ભારતમાં લો કોસ્ટ એરલાઈન્સ ગો ફર્સ્ટ નાદાર થઈ ગઈ છે અને તેની નાદારીની કાર્યવાહી એનસીએલટીમાં ચાલી રહી છે. આ ખરાબ સમાચારો વચ્ચે સ્પાઈસજેટે તેના પાઈલટ્સનો પગાર વધારીને મોટો સંદેશ આપ્યો છે.
ઓછી કિંમતની એરલાઇન્સ સ્પાઇસજેટે અગાઉ નવેમ્બરમાં તેના પાઇલોટના પગારમાં વધારો કર્યો હતો. સ્પાઈસજેટે કહ્યું હતું કે એક મહિનામાં 80 કલાકની ઉડાન માટે કેપ્ટનને દર મહિને ₹7,00,000 સુધીનો પગાર આપવામાં આવે છે. આ સાથે સ્પાઈસજેટ લિમિટેડે તેના કેપ્ટન માટે ₹1,00,000 સુધીના માસિક લોયલ્ટી રિવોર્ડ્સની પણ જાહેરાત કરી હતી. સ્પાઈસજેટ એરલાઈન્સે નોકરીની અવધિ અનુસાર પાઈલટને આ માસિક લોયલ્ટી ઈનામ આપવાનું નક્કી કર્યું હતું.

સ્પાઈસ જેટના પાઈલટને પગાર ઉપરાંત આ ઈનામ પણ આપવામાં આવશે. અગાઉ સ્પાઈસજેટના ચેરમેન અજય સિંહે તેમના સ્ટાફને કહ્યું હતું કે સ્પાઈસજેટે તેની જમીન પર ઉભેલા એરક્રાફ્ટની સમીક્ષા કરીને તેનો ફરીથી ઉપયોગ કરવાનો નિર્ણય લીધો છે. અગાઉ, સ્પાઇસજેટ લિમિટેડને તાજેતરમાં $5 કરોડનું ભંડોળ મળ્યું હતું. સ્પાઈસજેટના અજય સિંઘે જણાવ્યું હતું કે સ્પાઈસજેટનો સ્ટાફ એરલાઈન્સના મુસાફરોને શ્રેષ્ઠ સેવા આપવા માટે પ્રતિબદ્ધ છે અને આવનારા સમયમાં સ્પાઈસ જેટના કાફલામાં ઘણા નવા એરક્રાફ્ટનો ઉમેરો થવા જઈ રહ્યો છે.

READ ALSO

Related posts

મજબૂત માંગને કારણે ઓટો સેક્ટર ટોપ ગિયરમાં છે, આ શેરો આઉટપરફોર્મ કરી શકે છે

Vushank Shukla

સંઘરાખોરી અને સટ્ટાખોરીને ડામવા અડદ અને તુવેર દાળ પર સ્ટોક લિમિટનો આદેશ

Vushank Shukla

કોલ ઈન્ડિયાનો રૂ.225ના સ્તરે ઓએફએસનો નફાકારક સોદો છે,  શેર ટૂંક સમયમાં રૂ.275નું સ્તર બતાવી શકે છે

Vushank Shukla
GSTV