GSTV
India News ટોપ સ્ટોરી

સ્પાઈસજેટ પ્લેનના વિન્ડશિલ્ડનો બહારનો કાચ તૂટ્યો, ગોરખપુર જતી ફ્લાઈટ મુંબઈ પરત આવી

ફ્લાઈટ

ઉત્તર પ્રદેશના ગોરખપુર જઈ રહેલા સ્પાઈસ જેટ પ્લેનની બારીમાં તિરાડ પડવાની માહિતી મળતાં તેને મુંબઈ પરત લઈ જવામાં આવ્યું. સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. એરલાઈનના પ્રવક્તાએ જણાવ્યું, “28 મેના રોજ, સ્પાઈસ જેટનું બોઈંગ 737 એરક્રાફ્ટ મુંબઈથી ગોરખપુર માટે ઉડાન ભરવાનું હતું. ઉડાન દરમિયાન વિમાનની બારીમાં તિરાડ જોવા મળી હતી,”

પ્રવક્તાએ કહ્યું કે પાયલટે વિમાનને મુંબઈ પરત લઈ જવાનું નક્કી કર્યું. આ અંગે એર ટ્રાફિક કંટ્રોલરને જાણ કરવામાં આવી હતી અને પ્લેન મુંબઈ એરપોર્ટ પર સુરક્ષિત લેન્ડ થયું.

જોકે, પ્રવક્તાએ એ નથી જણાવ્યું કે વિમાનમાં કેટલા લોકો સવાર હતા. તમને જણાવી દઈએ કે સ્પાઈસજેટ 25 મેથી ચર્ચામાં છે, કારણ કે તે દિવસે રેન્સમવેર એટેકના કારણે વિમાનના સંચાલનમાં સમસ્યા આવી હતી. મંગળવારે રાત્રે મુસાફરોએ એરપોર્ટ પર રાત વિતાવવી પડી હતી અને બુધવારે સવારે લોકો ટેકઓફ કરી શક્યા હતા. જેના કારણે વિમાનની અવરજવરમાં મુશ્કેલી પડી હતી.

સ્પાઇસજેટ લિમિટેડને રેન્સમવેર હુમલાને કારણે તેના ચોથા ક્વાર્ટરના પરિણામો જાહેર કરવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. સ્પાઈસજેટે એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે તેની આઈટી સિસ્ટમ પર રેન્સમવેર દ્વારા હુમલો કરવામાં આવ્યો છે, જેના કારણે ઓડિટ પ્રક્રિયા સમયસર પૂર્ણ થઈ શકી નથી.

Read Also

Related posts

Startup Worldમાં પ્રથમવાર ભારતના આ પાંચ શહેરોનો સમાવેશ, ઉત્કૃષ્ટ પ્રદર્શનને કારણે દિલ્હી-મુંબઈથી પણ આ સીટી આગળ

Binas Saiyed

મહારાષ્ટ્ર મહા સંકટ / સુપ્રીમ કોર્ટમાંથી બળવાખોર ધારાસભ્યોને મળી મોટી રાહત, ડિપ્ટી સ્પીકરને ફટકારી નોટિસ

Zainul Ansari

ડોકટરોની હડતાળનો અંત ક્યારે? સરકાર તબીબોની માંગ સ્વીકારવા માટે તૈયાર નથી! દર્દીઓ ભારે મુશ્કેલીમાં

pratikshah
GSTV