GSTV
Home » News » એક ડ્રાઈવર ઝડપથી ચલાવી રહ્યો હતો ગાડી, પવિત્ર પક્ષીએ કર્યો બચાવ

એક ડ્રાઈવર ઝડપથી ચલાવી રહ્યો હતો ગાડી, પવિત્ર પક્ષીએ કર્યો બચાવ

એક દેવીય વસ્તુએ ઝડપી ચલાવી રહેલા એક ડ્રાઈવરને બચાવી લીધો. જર્મનીમાં ખૂબ ઝડપથી ગાડી ચલાવી રહેલા એ વ્યક્તિને 170 ડોલરનો દંડ લાગવાની તૈયારી હતી, પરંતુ એ સમયે જ કંઈક બન્યું.

એક ડ્રાઈવર રસ્તા ઉપર 30 કિમી પ્રતિ કલાકની લિમિટ હતી, પણ તે 54 કિમી પ્રતિ કલાકની ઝડપથી ગાડી ચલાવી રહ્યો હતો. પરંતુ તેની ઓળખ પોલીસ ન કરી શકી. ખરેખર તેનો ચહેરો એક ઊડતાં પક્ષીએ ઢાંકી દીધો હતો. પક્ષીએ તે પુરાવો જ કાઢી નાખ્યો હતો કે તે સમયે ડ્રાઈવિંગ સીટ પર કોણ બેઠું હતું.

હવે કોઈ તે પક્ષીને દેવદૂત બતાવે છે કે કોઈ તેને ઈતેફાક કહી રહ્યા છે. જર્મનીની પોલીસે નિવેદનમાં કહ્યું કે, દિવ્ય આત્માએ હસ્તક્ષેપ કર્યો અને અમે તેનો સંકેત સમજી ગયા.

માટે જ ઝડપી ચલાવી રહેલા વ્યક્તિને અમે છોડી દીધો. પોલીસે કહ્યું કે આ સંકેતને ડ્રાઈવર પણ સમજી ગયો હશે અને ભવિષ્યમાં તે આટલી ઝડપી ગાડી નહીં ચલાવે. વિયર્સન પોલીસે કહ્યું કે, આ વિસ્તારમાં ઝડપથી ઊડતાં પક્ષી પર પણ દંડ લગાવવો જોઈએ. પરંતુ અમે નથી જાણતાં કે ખ્રિસ્તી ધર્મના પવિત્ર દિવસે તે ક્યાં હશે. તેથી અમે ન્યાયની ઉપર કરુણા પણ દાખવીશું.

Read Also

Related posts

આ ભાઈએ સાપને નવડાવી-ધોવડાવીને ખુરશી પર સુકવ્યો, સાપે પણ ખુબ લીધી સેવાની મજા અને પછી…

Arohi

મોબાઇલ ચોરી કરી લીધી સેલ્ફી, પછી થઈ ગઈ એવી ભૂલ કે ગણતરીના સમયમાં પકડાઇ ગયો ચોર

NIsha Patel

મોહમ્મદ ગૌરીએ પણ ચલણમાં બહાર પાડ્યો હતો માં લક્ષ્મીની તસવીર વાળો સિક્કો, શું હતું કારણ?

NIsha Patel
Do NOT follow this link or you will be banned from the site!