GSTV
Home » News » કેન્દ્રનું સિટિઝનશિપ બિલ ધાર્મીક ભેદભાવો કરનારું : મમતાનો આરોપ

કેન્દ્રનું સિટિઝનશિપ બિલ ધાર્મીક ભેદભાવો કરનારું : મમતાનો આરોપ

પશ્ચિમ બંગાળમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણમાં સિટિઝન બિલનો ઉલ્લેખ કર્યો હતો અને દાવો કર્યો હતો કે બાંગ્લાદેશ, પાકિસ્તાન, અફઘાનિસ્તાનથી જે લોકો ભારત આવ્યા છે તેમને તેમના અધિકારો અપાવવામાં આ બિલ મદદરુપ થશે અને તેથી મમતા બેનરજીએ તેનું સમર્થન આપવું જોઇએ.

બીજી તરફ મમતા બેનરજીએ પણ વળતો પ્રહાર કર્યો હતો અને જણાવ્યું હતું કે  કેન્દ્ર સરકારે આ બિલને પરત લેવું જ પડશે, તૃણમુલ કોંગ્રેસ આ બિલનો આક્રામક રીતે વિરોધ કરશે. મમતાનો આરોપ છે કે આ બિલ ધાર્મીક ભેદભાવો કરનારુ છે. હિંદુ અને મુસ્લિમો વચ્ચે ફાટા પાડનારું છે. 

નોંધનીય છે કે મોદી સરકાર સિટિઝનશિપ બિલ લાવી છે, આ બિલને લોકસભામાં પસાર કરી દેવામાં આવ્યું છે પણ રાજ્યસભામાં બહુમત ન હોવાથી અટકી પડ્યું છે. અફઘાનિસ્તાન, પાકિસ્તાન, બાંગ્લાદેશથી ભારતમા આવેલા બિન મુસ્લિમોને નાગરીક્તાના અધિકારો આપવાની જોગવાઇ આ બિલમાં કરવામાં આવી છે. જોકે તેનો આસામ, પશ્ચિમ બંગાળ સહીતના રાજ્યોમાં ભારે વિરોધ થઇ રહ્યો છે. મોદીએ દાવો કર્યો છે કે આ દેશમાં અત્યાચારનો ભોગ બનેલાને આ બિલ બાદ ભારતમાં નાગરીક્તાના અધિકારો આપવામાં આવશે.

તૃણમુલ કોંગ્રેસ માગણી કરી રહી છે કે આ બિલને સંસદીય સમીતી સમક્ષ વિચારણા માટે મોકલવામાં આવે. આ માગણી સાથે તૃણમુલના સાંસદોએ લોકસભામાં વોકઆઉટ પણ કર્યો હતો, હવે મમતાએ મોદીને આ બિલ અંગે ટોણો માર્યો છે. મમતાએ જણાવ્યું હતું કે આ બિલ ભેદભાવ ભરેલું છે તેથી તેને પરત લેવામાં આવે. તૃણમુલ કોંગ્રેસના વડાએ જણાવ્યું હતું કે મોદી સરકારના બજેટની ટીકા કરવા બદલ મારી ધરપકડ થતી હોય તો પણ હું જેલ જવા માટે તૈયાર છું, હું તો રાહ જોઇ રઇ છું કે ક્યારે મારા રસોઇયાની પણ મોદી સરકાર જુઠા આરોપોમાં ધરપકડ કરે છે. મમતા આરોપો લગાવી રહ્યા છે કે મારા પક્ષના નેતાઓને જુઠા આરોપ લગાવીને સરકાર પરેશાન કરી રહી છે. જે લોકો છેલ્લા ૩૦-૪૦ વર્ષથી અમારી સાથે કામ કરી રહ્યા છે તેને મોદી સરકાર કેમ હેરાન કરી રહી છે? 

Related posts

પાકિસ્તાન જિંદાબાદના નારા લગાવતી અમૂલ્યા પર રાજદ્રોહનો કેસ દાખલ

Pravin Makwana

આખરે છે શું આ ! ટ્રમ્પ પોતાની સાથે લાવી રહ્યા છે દુનિયાનું સૌથી શક્તિશાળી બ્રિફકેસ !

Pravin Makwana

ઓવૈસીના મંચ પર અચાનક ધસી આવેલી યુવતીએ ‘પાકિસ્તાન જિંદાબાદ’ના નારા લગાવ્યા

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!