GSTV
Home » News » હાઉડી મોદીમાં શામેલ થવા ડોનાલ્ડ ટ્રમ્પ રવાના, NRG સ્ટેડિયમ તરફ લોકોનો ધસમસતો પ્રવાહ

હાઉડી મોદીમાં શામેલ થવા ડોનાલ્ડ ટ્રમ્પ રવાના, NRG સ્ટેડિયમ તરફ લોકોનો ધસમસતો પ્રવાહ

અમેરિકાનું હ્યૂસ્ટન શહેર આજે પીએમ મોદીનાં આગવા સ્વાગત માટે તૈયાર છે. ભારતીય સમય પ્રમાણે રાત્રે 8.30 વાગ્યે આ હાઉડી મોદી કાર્યક્રમ શરૂ થશે. 5 હજારથી વધુ લોકો આ કાર્યક્રમમાં હાજર રહેશે. અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પણ આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી મોદી સાથે એક મંચ પર જોવા મળશે. આ સાથે જ ટ્રમ્પ લગભગ અડધો કલાક સુધી ભાષણ કરશે. એવું માનવામાં આવે છે કે ટ્રમ્પનું ભાષણ પુરી રીતે ભારત અને ઇન્ડિયન-અમેરિકન સંબંધો પર કેન્દ્રિત રહેશે.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હાઉડી મોદી કાર્યક્રમ માટે રવાના થઇ ગયા છે. ગત મોડી રાત્રે અમેરિકી પ્રમુખનાં નિવાસ સ્થાન વ્હાઇટ હાઉસ દ્વારા જાહેર કરાયેલા એક સંદેશમાં કહેવામાં આવ્યું કે ટ્રમપ 100 મિનીટ સુધી એનઆરજી સ્ટેડિયમમાં રહેશે. જ્યાં તેઓ હાઉડી મોદી ઇવેન્ટમાં હાજર રહેશે. જો કે વ્હાઇટ હાઉસે તેમનાં ભાષણનાં સમય બાબતે કોઇ માહિતી આપી નથી. જો કે એવી ધારણા વ્યક્ત કરવામાં આવી છએ કે અંદાજીત 30 મિનીટ સુધી ટ્રમ્પ ભાષણ આપશે. એવું માનવામાં આવે છે કે પીએમ મોદીનાં કાર્યક્રમ દરમિયાન રાષ્ટ્રપતિ ટ્રમ્પ દર્શકોમાં શામેલ થશે. આ અમેરિકામાં પ્રભાવશાળી ભારતીયોનું સૌથી મોટું સમાગમ છે.

રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે મુલાકાત

હાઉડી મોદી કાર્યક્રમ બાદ પીએમ મોદી સંયુક્ત રાષ્ટ્ર મહાસભા માટે ન્યૂયોર્ક તરફ રવાના થશે. આ પહેલા તેઓ અમેરિકી કોંગ્રેસનાં સદસ્યો સાથે સંવાદ કરશે. જો કે હજુ મોદીની મુલાકાતનું સમયપત્રક જાહેર થયું નથી. મહત્વનું છે કે પ્રધાનમંત્રી મોદીની આ અમેરિકા યાત્રા પહેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે બે વખત મુલાકાત થશે.

READ ALSO

Related posts

સોનાનો ભાવ 7 વર્ષની ટોચે પહોંચ્યો, આજના ભાવે નવો રેકોર્ડ બનાવ્યો

Karan

કોરોનાથી ભારતને ફટકો નહીં પડેના દાવાઓની ખૂલી પોલ, 11 સેક્ટરને થશે ભારે નુક્સાન

Mayur

યૂપી બોર્ડની પરીક્ષા દરમ્યાન વિદ્યાર્થીનીનો ચોંકાવનારો ખુલાસો, મેડમ મારા શરીરમાં ‘ભૂત-પ્રેતઆત્મા’નો છે વાસ

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!