GSTV
Gujarat Government Advertisement

કર્ણાટકના સ્વામીની સરકાર પર ખતરાના વાવડ : કોંગ્રેસી અસંતુષ્ટો ભાજપના સંપર્કમાં

Last Updated on June 26, 2018 by Karan

કર્ણાટકની રાજકારણ પરથી સંકટના વાદળ હટવાનું નામ લઈ રહ્યા નથી. કોંગ્રેસ-જેડીએસની ગઠબંધન સરકારને ખતરો હોવાની વાત વહેતી થઈ છે. તેની સાથે જ કોંગ્રેસના કેટલાક અસંતુષ્ટ નેતાઓ ભાજપના સંપર્કમાં હોવાની અટકળબાજીઓએ પણ જોર પક્ડયું છે. પાંચમી જુલાઈએ એચ. ડી. કુમારસ્વામીની સરકાર દ્વારા બજેટ રજૂ કરતા પહેલા કર્ણાટકની ગઠબંધન સરકાર પડી જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.

કર્ણાટકની કોંગ્રેસ અને જેડીએસની ગઠબંધન સરકાર 2019માં વિપક્ષી એકતાના મહાગઠબંધનનો લિટમસ ટેસ્ટ ગણાય છે. પરંતુ એચ.ડી. કુમારસ્વામીની ગઠબંધન સરકારમાં પ્રધાનમંડળના વિસ્તરણ વખતે પ્રધાનોની સંખ્યા, કેબિનેટ પદને લઈને કોંગ્રેસ અને જેડીએસ વચ્ચે ખટરાગ થયો હતો. હવે બજેટને લઈને પણ બંને પક્ષો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. પરિસ્થિતિ એવી છે કે પાંચમી જુલાઈએ એચ. ડી. કુમાર સ્વામીની સરકારના બજેટ રજૂ કરતા પહેલા જ ચાર સપ્તાહ જૂની સરકાર પડી જાય તેવી ભીતિ સેવાઈ રહી છે.

સંકેતો મળી રહ્યા છે કે જેડીએસ અને કોંગ્રેસની ગઠબંધન સરકાર પોતાના જ પ્રધાનો અને ધારાસભ્યોની નારાજગીને કારણે અસંતોષના વમળોમાં ફસાતી દેખાઈ રહી છે. કોંગ્રેસના અસંતુષ્ટ નેતાઓ તરફથી વાતચીતની કોશિશો બિલકુલ દેખાઈ રહી નથી. કર્ણાટક સરકાર માટે સૌથી વધુ મુશ્કેલી એ પણ  છે કે કોંગ્રેસના મોટાભાગના નારાજ નેતાઓ સરકાર પાડવા માટે ભાજપનો સંપર્ક કરી રહ્યા છે.

કર્ણાટકના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન સિદ્ધારમૈયા હાલ હિમાચલના ધર્મશાળામાં નેચરોપેથીને શરણમાં છે. સિદ્ધારમૈયા જેડીએસ અને કોંગ્રેસની સમન્વય સમિતિના અધ્યક્ષ પણ છે. કહેવામાં આવે છે કે સિદ્ધારમૈયા હાલ સંપૂર્ણપણે બ્રેક પર છે અને પોતાના ઉપચાર દરમિયાન ફોન કોલ્સ પણ ઉઠાવી રહ્યા નથી. જો કે કહેવામાં આવે છેકે તેમણે પોતાના ભરોસાપાત્ર એસ. ટી. સોમશેખલ, બી. સુરેશ અને. મુનિરત્નની સાથે સતત વાતચીત ચાલુ રાખી છે.

યેદિયુરપ્પા સરકાર બનાવવાને લઈને આશ્વસ્ત હોવાની અટકળો તેજ બની

તાજેતરમાં સિદ્ધારમૈયાનો એક વીડિયો વાઈરલ થયો હતો. જેમાં તેઓ નવું બજેટ અને ખેડૂતોને સંપૂર્ણ કર્જમાફીના કુમારસ્વામીના નિર્ણયનું સમર્થન નહીં કરતા હોવાનું જણાવી રહ્યા છે. બીજી તરફ ભાજપના કર્ણાટક ખાતેના પ્રદેશ પ્રમુખ બી. એસ. યેદિયુરપ્પા પણ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહની મુલાકાત માટે અમદાવાદ દોડી આવ્યા છે. સોમવારે યેદિયુરપ્પા લિંગાયત નેતા બાસવારાજ બોમ્મઈ સાથે ચુપચાપ અમદાવાદ આવ્યા હોવાથી તેમના આગામી પગલાની અટકળો તેજ થઈ રહી છે. માનવામાં આવે છે કે યેદિયુરપ્પા સરકાર બનાવવાને લઈને આશ્વસ્ત હોવાની અટકળો તેજ બની છે. આના સંદર્ભે તેઓ અમિત શાહ સાથે ચર્ચા કરવા અમદાવાદ આવ્યા હોવાનો ગણગણાટ પણ શરૂ થઈ ચુક્યો છે.

અમિત શાહે યેદિયુરપ્પાને ઉતાવળ નહીં કરવાનું કહેવામાં આવ્યું

ભાજપના સૂત્રોનું કહેવું છે કે અમિત શાહે યેદિયુરપ્પાને ઉતાવળ નહીં કરવાનું કહેવામાં આવ્યું છે. સત્તાવાર રીતે કહેવામાં આવ્યું છે કે યેદિયુરપ્પા અને બોમ્મઈ 2019ની લોકસભા ચૂંટણી પર બેઠક માટે અમિત શાહ સાથે મુલાકાત કરવા લાગ્યા છે. આ સિવાય અમિત શાહને યેદિયુરપ્પા 29 જૂને આયોજિત થનારી કર્ણાટક ભાજપની કારોબારી બેઠકમાં સામેલ થવા માટે આમંત્રિત પણ કરવાના છે.

બીજી તરફ કર્ણાટકના મુખ્યપ્રધાન એચ. ડી. કુમારસ્વામીએ પણ સોમવારે સૂર બદલાત કહ્યુ હતુ કે તેઓ કોઈની દયા પર રાજ્યના સીએમ બન્યા નથી. તેમણે કહ્યુ હતુ કે કોંગ્રેસે તેમને ખેરાતમાં કોઈ પદ આપ્યું નથી. કોંગ્રેસ આનું ધ્યાન રાખે. કુમારસ્વામીએ ક્હ્યુ હતુ કે તેઓ ક્યાં સુધી પદ પર રહેશે તેની તેમને કોઈ ચિંતા નથી.

Gujarat Government Advertisement

Related posts

સમગ્ર ગુજરાતમાં મેઘમહેર: ભારે પવન સાથે સરેરાશ 3 ઈંચ જેટલો વરસાદ, ક્યાંક હાલાકી તો ક્યાંક જગતનો તાત ખુશ

Pritesh Mehta

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt

રાજકારણ/ મોદી ભાજપના કેટલાક મુખ્યમંત્રીઓને રવાના કરશે, કોરોનામાં નિષ્ફળ મુખ્યમંત્રીઓ થશે ઘરભેગા

Pritesh Mehta
Do NOT follow this link or you will be banned from the site!