જો તમે ખગોળશાસ્ત્રમાં રુચી ધરાવતા હોય, અંતરિક્ષ, ગ્રહો અને તારો વિશે જાણવા માંગતા હોવ તો આ તમારા માટે ખાસ શાનદાર મોકો છે. તમને આકાશમાં એક દુર્લભ ચમત્કાર જોવા મળશે. 28 માર્ચના રોજ સૌરમંડળમાં પાંચ ગ્રહ એક સાથે બિલકુલ સાથે જોવા મળશે. જેને તમે આખી રાત પૃથ્વી પરથી સરળતાથી જોઈ શકાશે. અવકાશ શાસ્ત્રીઓના જણાવ્યા પ્રમાણે બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને યુરેનસ 50 ડિગ્રી સાથે એક નાનકડા વિસ્તારમાં દેખાશે. આવો જાણીએ આ ઘટનાને ક્યારે અને કેવી રીતે જોવા મળશે.

28 માર્ચના રોજ સુર્ય આથમતી વખતે દુરબીન હોય કે ના હોય તૈયાર રહેજો
આકાશમાં આ દુર્લભ ઘટનાને જોવા માટે 28 માર્ચના રોજ સુર્ય આથમતાની સાથે દુરબીન સાથે તૈયાર રહેજો. આ પાંચ તારા ગ્રહોમાં શુક્ર સૌથી વધારે ચમકતો દેખાવાની સંભાવના છે. બુધ અને ગુરુને ક્ષિતિજ પાસે જોવા મળશે. જો કે યુરેનસને સ્પોટ કરવો થોડો કઠીન થઈ શકે છે. મંગળ અને ચંદ્ર બહુ જ નજીક જોવા મળશે. એડિનબર્ગ વિશ્વવિદ્યાલયના બેથ બિલરના મેલઓનલાઈને જણાવ્યુ કે કેટલાક ગ્રહો બીજાની તુલનામાં વધારે જોવા મળશે. શુક્ર અને ગુરુ બન્ને ગ્રહો વધારે ચમકતા દેખાશે. એટલે તમે તેને આસાનીથી શોધી શકશો. તમે છેલ્લા કેટલાક અઠવાડિયામાં એક સાથે જોયા હશે.
દુરબીન વગર પણ જોઈ શકાશે આ ઘટના
આમ તો પાંચેય ગ્રહો બિલકુલ સીધી રેખામાં જોઈ શકતા નથી. પરંતુ જ્યારે પૃથ્વી પરથી જોવામાં આવે તો લગભગ એક ચાપના આકારમાં ચંદ્ર સાથે વિશેષ રીતે જોઈ શકશો અને આ સાથે એક સારા સમાચાર એ છે કે ખગોળશાસ્ત્રીઓના જણાવ્યા પ્રમાણે આ ગ્રહોને કોઈ વિશેષ ઉપકરણોની મદદ વગર પણ જોઈ શકશો. પરંતુ યુરેનસને જોવા માટે દુરબીનની અવશ્ય જરુર પડશે.
હજુ પણ બીજો મોકો મળશે
28 માર્ચના રોજ થનારી આ ખગોળકીય ઘટનાને ગ્રેટ પ્લેનેટરી એલાઈનમેન્ટના તરીકે ઓળખવામાં આવે છે. 5 થી6 ગ્રહ એક જ સમયમાં સુર્ય તરફની બીજુમાં હોય છે. આ રીતની છેલ્લી ઘટના જુન 2022મા થઈ હતી. જ્યા આ પાંચ ગ્રહ બુધ, શુક્ર, મંગળ, ગુરુ અને શનિ એક સાથે જોવા મળ્યા હતા. અને આગામી 11 એપ્રિલના રોજ બુધ, શુક્ર,મંગળ સાથે જોવા મળશે, તો ફરી 24 એપ્રિલના રોજ બુધ, યુરેનસ, શુક્ર અને મંગળ એક સાથે જોવા મળશે. તો 29મે ના રોજ યુરોનસ, બુધ, ગુરુ અને શનિ જોવા મળશે. અને 17 જૂન 2023માં બુધ, યુરેનસ, ગુરુ, નેપચ્યુન અને શનિ એક સાથે જોવા મળશે. સોશિયલ મીડિયા પર લોકો આ ઘટના નિહાળવા માટે ઘણા ઉત્સુક છે.
READ ALSO…
- ‘સેંગોલ’ મુદ્દે શશિ થરૂરે કોંગ્રેસના વિચારોથી વિપરીત કેન્દ્ર સરકારની દલીલને આપ્યું સમર્થન
- તારીખ 29-05-2023, જાણો સોમવારનું રાશિફળ
- નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ષક મહિલાએ પોલીસકર્મી સાથે કર્યું અસભ્ય વર્તન, જુઓ વિડીયો
- બ્રેકિંગ / ગુજરાત ટાઈટન્સ – ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચેની ફાઈનલ મેચ આખરે મોકૂફ, આવતીકાલે સોમવારે રમાશે
- સિદ્ધપુરમાં માનવ અવશેષો મળી આવવાનો સિલસિલો યથાવત, ખોપડીનો ભાગ મળી આવ્યો