GSTV
Home » News » જ્યાં આજે PM મોદી અને ટ્રમ્પ મળશે તે NRG સ્ટેડિયમ: જાણો આ સ્ટેડિયમની વિશેષતાઓ

જ્યાં આજે PM મોદી અને ટ્રમ્પ મળશે તે NRG સ્ટેડિયમ: જાણો આ સ્ટેડિયમની વિશેષતાઓ

ગણતરીનાં સમયમાં ભારતનાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અમેરિકાનાં ટેક્સાસ રાજ્યનાં હ્યૂસ્ટન શહેરમાં 50 હજાર ભારતીય-અમેરિકનને સંબોધિત કરશે. આ કાર્યક્રમમાં પીએમ મોદીની સાથે ડોનાલ્ડ ટ્રમ્પ પણ હાજર રહેશે. અમેરિકન ઇતિહાસમાં પહેલી વખત પીએમ મોદી અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ એકસાથે મંચ પર જોવા મળશે. આજે ભારતીય સમયઅનુસાર સાંજે 8.30 વાગ્યે શરૂ થનારા આ કાર્યક્મમાં ભારત-અમેરિકાનાં સંબધોમાં મજબૂતી જોવા મળશે. બીજી તરફ રાજકિય રીતે પણ આ કાર્યક્રમને મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

આ ઐતિહાસિક આયોજન માટે હ્યૂસ્ટન શહેરમાં આવેલા NRG સ્ટેડિયમને પસંદ કરવામાં આવ્યું છે. આ સ્ટેડિયમ પ્રદર્શન, સંગીત કાર્યક્રમ અને રમતગમતની સ્પર્ધાની મેજબાની કરી ચુક્યો છે. U2, બેયોન્સ, ટેલર સ્વિફ્ટ, ગન્સ એન, રોજેજ અને મેટાલિકા જેવા અનેક બ્લોકબસ્ટ કાર્યક્રમો આ સ્ટેડિયમમાં યોજવામાં આવ્યા છે.

NRG સ્ટેડિયમની ખાસિયતો

  • NRG સ્ટેડિયમની ગણતરી અમેરિકાનાં સૌથી મોટા સ્ટેડિયમમાં કરવામાં આવે છે. એક લાખ 25 હજાર ચોરસ ફૂટમાં ફેલાયેલા આ સ્ટેડિયમને 2002થી 2014 સુધી રિલાયન્ટ સ્ટેડિયમ તરીક ઓળખવામાં આવતું હતું. જેનાં નિર્માણમાં 352 મિલીયન ડોલરનો ખર્ચ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આ સ્ટેડિયમને NRG નામ આપવામાં આવ્યું હતુ.
  • યુએસનાં મહત્વનાં ફુટબોલ સ્ટેડિયમ તરીકે ગણના પામેલા NRG સ્ટેડિયમમાં 71,995 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા છે.તેની સૌથી મોટી ખાસીયત તેની છત છે, જે 79 મીટરની ઉંચાઇ પર સ્થિત છે.
  • રિટ્રેક્ટેબલ ફેસેલીટી ધરાવતું આ અમેરિકાનું પ્રથમ સ્ટેડિયમ છે, જેની છતને ખોલી અને બંધ કરી શકાય છે.તેની ખાસિયતને કારણે કોઇ પણ ઋતુમાં આ સ્ટેડિયમનો ઉપયોગ કરી શકાય છે.
  • આ સ્ટેડિયમમાં દર વર્ષે ટેક્સાસની સૌથી મોટી ફુટબોલ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. આ સિવાય આખા વર્ષ દરમિયાન સ્ટેડિયમમાં રગ્બી અને ફુટબોલ ટુર્નામેન્ટ યોજાતા રહે છે.
  • આજનાં હાઉડી મોદી કાર્યક્રમ માટે આ સ્ટેડિયમમાં વિશાળ મંચ બનાવવામાં આવ્યો છે. આ મંચ પર જ પીએમ મોદી અને ટ્રમ્પ ઉપસ્થિત રહેશે અને લોકોને સંબોધિત કરશે. મોદી અને ટ્રમ્પનાં સ્વાગત માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જે ભારતીય સમુદાય તરફથી આયોજીત કરવામાં આવ્યું છે.

READ ALSO

Related posts

છેલ્લા 12 વર્ષથી આ એક શખ્સ માટે કરવા ચોથનું વ્રત કરે છે ત્રણ સગી બહેનો, કારણ જાણીને નવાઇ લાગશે

Bansari

હરિયાણાના તાઉ બનશે મનોહર લાલ ખટ્ટર, ઇનેલોના સૂપડાં થશે સાફ

pratik shah

મહારાષ્ટ્ર અને હરિયાણામાં ભાજપ મારશે મેદાન, ફડણવીસને સીએમ બનતાં શિવસેના પણ નહીં રોકી શકે

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!