મહાશિવરાત્રી આવવાની છે. આ વખતે મહાશિવરાત્રી 18 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવશે. આ દિવસે ભગવાન શિવના ભક્તો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ઉપવાસ કરે છે. સાથે જ ઘણા લોકો ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ઠંડાઇ પણ બનાવે છે. ઠંડાઇ ભગવાન શિવનું પ્રિય ભોજન છે.આ વખતે તમે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે જામફળની ઠંડાઇ બનાવી શકો છો. આવો, અમે તમને અહીં જણાવીશું કે જામફળની ઠંડાઇ કેવી રીતે બનાવવી?

જામફળના ઠંડાઈ બનાવવા માટેની સામગ્રી-
- એક ગ્લાસ દૂધ,
- એક ગ્લાસ જામફળનો રસ
- અડધો કપ કાજુ
- 1/4 પિસ્તા
- એક ચમચી તરબૂચના દાણા
- અડધી ચમચી કાળા મરી
- બે ચમચી એલચી પાવડર
- એક ચમચી વરિયાળી.
જામફળની ઠંડાઇ બનાવવાની રીત-
- જામફળની ઠંડાઇ બનાવવા માટે સૌથી પહેલા એક પેનમાં બદામ, કાજૂ અને પિસ્તાને શેકીને અલગ રાખી દો
- આ પછી વરિયાળીને થોડુ શેકી લો
- આ પછી હવે કાજૂ, બદામ, પિસ્તા, મરી, વરિયાળી અને ગુલાબની પાંખડીઓને એકસાથે મીક્સરમાં પીસી લો
- તમે ઇચ્છો તો ઇલાયચી પાવદરની જગ્યાએ સાદી ઈલાઇચી પણ પીસી શકો છો અને તેમાં કેસર પણ મીક્સ કરી શકો છો.
- હવે ઠંડાઇનું મિક્સર તૈયાર છે હવે જયારે પણ તમારે ઠંડાઇ બનાવી છે તો અડધા ગ્લાસ દૂધમાં બે ચમચી ઠંડાઇનું મિક્સર નાખો અને અડધો ગ્લાસ જામફળનું જયુસ ઉમેરો. હવે તમારી ઠંડાઈ તૈયાર છે.
READ ALSO
- પેપરલીક મામલે ભાજપના નેતાઓનું મૌન પણ હાર્દિક પટેલે આપ્યું નિવેદન, જાણો શું કહ્યું
- Delhi Accident: આઈજીઆઈ સ્ટેડિયમ નજીક મોટી દુર્ઘટના, આપસમાં ટકરાઈ 4 સ્કૂલ બસ, કેટલાય વિદ્યાર્થીઓ થયા ઘાયલ
- વડોદરા / સળિયાનો જથ્થો વેચવાના નામે સ્ક્રેપ વેપારી સાથે 7.61 લાખની ઓનલાઇન છેતરપિંડી
- મધમાં પલાળીને ખાઓ આ વસ્તુઓ, હાર્ટ એટેકનું ઘટશે જોખમ; માનસિક બીમારીઓ પણ રહેશે દૂર
- બજેટ બુધવારે લોકસભામાં રજૂ થાય એ પહેલાં ઉત્તેજનાનો માહોલ છે પણ આવકવેરામાં નહીં મળે મોટી રાહતો