GSTV

ઇદના દિવસે આ રીતે ઘરે બનાવો સ્પેશિયલ રેસિપી ‘શીર ખુરમા’(સેવઇ)

Last Updated on June 15, 2018 by

ઇદના દિવસે શીર ખુરમા એક સ્પેશ્યલ ડેઝર્ટના રૂપમાં બનાવવામાં આવે છે. શીર ખુરમા વગર ઈદ અધૂરી ગણાય છે. પણ શીર ખુરમાનો પોતાનો અલગ જ અંદાજ હોય છે. તો આવો જોઇએ કેવી રીતે બનાવો શીર ખુરમાં(સેવઇ).. જે બનાવવામાં સહેલી અને ખાવામાં પણ સ્વાદિષ્ટ હોય છે. તેથી આજે ઘરના દરેક સભ્યો અને બાળકોને પણ મજા પડી જશે.તો જોઇએ તેની બનાવવાની રીત.

સામગ્રીઓ-
સેવ -200 ગ્રામ
દૂધ-2 લીટર
ખાંડ- 2 કપ
ઇલાયચી-6 નંગ
કેસર- 1 ચપટી
ઘીં-1 ચમચી
બદામ છીણી-1 ચમચી
કાજૂ-1 ચમચી
પિસ્તા-1 ચમચી

રીત-
1.સૌ પ્રથમ એક નોન સ્ટિક પેનમાં ઘી ગરમ કરો. ઘી ગરમ થવા પર તેમાં સેવોને બારીક કરીને ઉમેરો. હવે તેને ધીમી આંચ પર 8-10 મિનિટ સુધી શેકો.

2.જ્યારે સેવ આછા બ્રાઉન રંગની થઇ જાય એટલે ગેસ બંધ કરી દો અને તેને ગેસની આંચ પરથી ઉતારીને સાઇડમાં રાખી દો.ત્યાર પછી એક પેનમાં દૂધ ગરમ કરો. જ્યારે દૂધ ગરમ થઇ જાય એટલે તેમા ઇલાયચી અને કેસર ઉમેરી દો.

3.હવે દૂધને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી તે ઉકળીને અડધું ન રહી જાય. ત્યાર પછી તેમા ખાંડ ઉમેરીને બરાબર મિક્સ કરી. ખાંડ ઓગળે ત્યાં સુધી ચઢવા દો.

4.ખાંડ ઓગળી જાય એટલે દૂધમાં સેવ અને સૂકા મેવા ઉમેરીને 5 મિનિટ પછી ગેસ બંધ કરી દો. તૈયાર છે રમજાનની સ્પેશ્યિલ સેવઇ.. તેને એક બાઉલમાં નીકાળી લો અને સૂકામેવાથી ગાર્નિશ કરી લો અને પછી સવૅ કરો

Related posts

Challenge / અજમાવી જુઓ દારા સિંહ થાલી, જો 30 મિનિટની અંદર સમાપ્ત કરો તો નહીં ચૂકવવા પડે પૈસા

Vishvesh Dave

ફૂડ લવર્સ ખાસ વાંચે / સુરતમાં મળે છે 5 કિલોની આઈસ ગોલા ડીશ, કિંમત છે તમારો 2 દિવસનો પગાર

Pritesh Mehta

Cooking Tips : ક્યાંક તમે પણ આ રીતે તો નથી બનાવતાને ચોખા? જાણો તે કેવી રીતે ઝેર બનીને પહોંચાડે છે નુકસાન

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!