અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ આગામી 24 ફેબુ્રઆરીએ અમદાવાદના અતિથિ બનવાના છે. જેના પગલે અમદાવાદ એરપોર્ટ ખાતે એક વિશિષ્ટ તૈયારી શરૂ કરી દેવામાં આવી છે. અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે વાંદરા ઘુસી જવાની સમસ્યા એરપોર્ટ ઓથોરિટી માટે માથાના દુ:ખાવા સમાન બની ગઇ છે.

તાજેતરમાં જ 50થી વધુ વાંદરાના ટોળાએ રન-વેમાં તોફાન મચાવતા બે ફ્લાઇટને 25 મિનિટ સુધી અટકાવવાની ફરજ પડી હતી. હવે ‘સુપર પાવર’ અમેરિકાના રાષ્ટ્રપતિ તેમજ તેમની સાથેના અન્ય વીવીઆઇપીના આગમન વખતે વાંદરા ઘુસી જવાથી ફજેતી ના થાય તેના માટે વિશિષ્ટ તૈયારીઓ શરૂ કરાઇ છે. જેના ભાગરૂપે વન્ય વિભાગ દ્વારા અમદાવાદ એરપોર્ટ ખાતેથી આજના એક દિવસમાં 50થી વધુ વાંદરા પકડવામાં આવ્યા હતા.

હાલમાં ડોનાલ્ડ ટ્રમ્પની સિક્યુરિટી ટીમ પણ અમદાવાદ આવી પહોંચી છે. તેમની સામે એરપોર્ટમાં વાંદરા જોવા મળે નહીં તેના માટે પણ અમદાવાદ એરપોર્ટ ખાતે એરપોર્ટ ઓથોરિટી દ્વારા ‘વોચ’ વધારી દેવામાં આવી છે. હજુ આગામી દિવસોમાં પણ વાંદરા પકડવાની આ ઝૂંબેશ જારી રહેશે.
READ ALSO
- Viral Video/ તું કેમ આપે છે જવાબ?.. મોબાઈલ પર IVR સાંભળતા જ ભડકી દાદી
- એશિયા કપ 2023ની યજમાની માટે હજુ પણ વલખા મારતું પાકિસ્તાન : જાણો ICCની બેઠકમાં શું થયું?
- પુષ્પાના બીજા ભાગમાં બોલીવૂડના સ્ટારનો કેમિયો, સિક્વલનું બજેટ થયું ડબલ
- હેરાફેરી-4ને લાગ્યું વિવાદોનું ગ્રહણ, ઓડિયો રાઈટ્સ મુદ્દે નિર્માતાઓને મોકલવામાં આવી નોટિસ
- Earthquake: ભયાનક ભૂંકપથી પાકિસ્તાનમાં 9 લોકોના કરૂણ મોત, 180 ઘાયલ! અફઘાનિસ્તામાં 6.8ની તીવ્રતાનો ભૂંકપ