GSTV
World

Cases
6580972
Active
10329641
Recoverd
679539
Death
INDIA

Cases
565103
Active
1094374
Recoverd
36511
Death

કેશોદના અક્ષયગઢમાં શરદપૂનમ નિમિત્તે યોજાનાર મેળામાં આ વર્ષે છે ખાસ તૈયારી

જૂનાગઠ જિલ્લાના કેશોદમાં આવેલા અક્ષયગઢમાં શરદપૂનમ નિમિત્તે મેળો યોજાશે. ત્રણ દિવસ યોજાનારા આ મેળામાં અંદાજે પાંચ લાખ લોકો ભાગ લેશે. ત્યારે તેને લગતી તમામ તૈયારીઓ કરવામાં આવી રહી છે. અક્ષયગઢનો આ મેળો ગુજરાતનો ચોથા નંબરનો મોટો મેળો કહેવાય છે.

કેશોદના અક્ષયગઢ ખાતેની સોરઠ ક્ષય નિવારણ સમિતિ અને સ્વામિનારાયણ ગુરૂકુળના સંયુક્ત ઉપક્રમે શરદપૂનમના મેળાનું આયોજન કરાયું છે. આ મેળો ૨૨થી ૨૪ ઓક્ટોબર એમ ત્રણ દિવસ સુધી ચાલશે. દરમિયાન ધાર્મિક, સામાજીક અને જનજાગૃતિ સાથે મનોરંજનના કાર્યક્રમો પણ યોજાશે. શરદપુનમના દિવસે ભગવાન સ્વામિનારાયણની આ પ્રતિમાના ચાર વર્ષ પૂરા થતાં પાટોત્સવ યોજાશે. આ માટે સ્વામિનારાયણ મંદિરે તૈયારીઓને આખરી ઓપ આપ્યો છે.

શરદ પૂનમે ભગવાન સ્વામિનારાયને 108 લીટર દૂધથી અભિષેક કરાશે. 251 કિલો ફૂલની પાંખડીઓ, 31 પ્રકારના હિરામોતી, 25 પ્રકારના વિવિધ ફ્રૂટન રસથી અભિષેક કરાશે. ભગવાનને ૧ લાખ ૨૫ હજારનો નખશીખ શણગાર થશે તો ૫૦૦ પ્રકારના વ્યંજનો સાથે અન્નકુટ ધરાવાશે. આ મેળો ગુજરાતનો ચોથા નંબરનો મેળો માનવામાં આવે છે. ત્રણ દિવસમાં પાંચ લાખ લોકો ઉમટે તેવો અંદાજ છે. સ્વામીનારાયણ ગુરૂકુલના ૪૦ જેટલા વિદ્યાર્થીઓ સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઇ વ્યસન મુકતી જેવા નાટકો રજૂ કરશે.

Related posts

કોંગ્રેસ નેતા સંજય નિરુપમે ઉદ્વવ સરકાર પર કર્યા આકરા પ્રહાર, સુંશાત કેસ મામલે લગાવ્યા ગંભીર આક્ષેપો

pratik shah

વીજકનેશન માટે 25 મહિનાથી ધક્કા ખાતા ખેડૂતને જોડાણ તો ન મળ્યું પણ તંત્રે બિલ ફટકારી દીધું

Karan

અડવાણી, જોષી હવે ઉપેક્ષાનો શિકાર, ઉમા ભારતી અને કલ્યાણસિંહને એડવાન્સમાં નિમંત્રણ

Karan
Do NOT follow this link or you will be banned from the site!