GSTV
Gujarat Government Advertisement

આ કારણોથી બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમારની થશે CBI દ્વારા તપાસ

Last Updated on February 17, 2019 by

બિહારના બહુચર્ચિત મુઝફફરપુરના આશ્રમની બાળાઓના બળાત્કાર અને યૌન શેષણ કૌભાંડ કેસમાં તપાસનો છેડો પ્રદેશના મુખ્ય પ્રધાન નીતીશ કુમાર સુધી લંબાવવાની અરજી કરાઇ હતી.

કુમાર ઉપરાંત તેમની સરકારના બે અન્ય વરિષ્ઠ અધિકારીઓ સામે પણ CBI દ્વારા તપાસ કરાવવાની માગ કરવામાં આવી હતી.  અત્રેની ખાસ પોસ્કો કોર્ટે  આરોપી અશ્વિન નામના  શેલ્ટર હોમની બાળાઓને બેભાન કરવા ઇન્જેકશન આપનાર કથિત ડોકટરની અરજી પર શુક્રવારે CBI દ્વારા તપાસનો ઓર્ડર કર્યો હતો.

અશ્વિનીએ પોતાની અરજીમાં આક્ષેપ કર્યો હતો કે તપાસ દરમિયાન CBI દ્વારા હકીકતને દબાવવામાં આવે છે, જો  મુઝફફરપુરના પૂર્વ જિલ્લા કલેકટર ધર્મેન્દ્ર સિંહ, વરિષ્ઠ આઇએએસ અધિકારી અતુલ કુમાર સિંહ, મુઝફફરપુરના પૂર્વ વિભાગીય કમિશનર અને હાલના અગ્ર સચિલ તેમજ મુખ્ય પ્રધાન કુમારની ભુમિકાની તપાસ કરવામાં આવી હોય તો અનેક હકીકતો સામે આવી હોત.આમ હવે તપાસનો છેડો રાજ્યના મુખ્ય પ્રધાન સુધી જતાં વિરોધ પક્ષોએ પણ કુમારને તપાસનો સામનો કરવા પડકાર ફેંક્યો હતો.

 પોસ્કો કોર્ટના જજ મનોજ કુમારે  CBIને ઉપરોક્ત તમામ સામે તપાસ કરવા આદેશ કર્યો હતો. સુપ્રીમ કોર્ટે  સાતમી ફેબુ્રઆરી, ૨૦૧૯ના રોજ આ હાઇ પ્રોફાઇલ અને ખૂબ જ ચર્ચાસ્પદ બનેલા કેસની તપાસ  સાકેતસ્થિત પોસ્કોની સ્પેશિયલ  કોર્ટ દ્વારા કરવા કહ્યું હતું. આ કોર્ટમાં આગામી સપ્તાહથી કેસની સુનાવણી થાય તેવી શક્યતા છે, એમ CBIના સૂત્રોએ આજે કહ્યું હતું.

 મુખ્ય મંત્રી નીતીશ કુમાર અને અન્ય સનદી અધિકારીઓએ  ૨૦૧૩થી ૨૦૧૮ સુધીમાં આ શેલ્ટર હોમને શા માટે મોટું ભંડોળ આપ્યું હતું તેની પણ તપાસનો આદેશ આપ્યો હતો.

પોક્સો માટેની ખાસ અદાલતના જજ મનોજ કુમારે આજે એક નવો ઓર્ડર જારી કરી પાંચ વધુ અધિકારીઓની ભૂમિકા તપાસવા આદેશ કર્યો હતો. ફરીયાદ પક્ષના વકીલે આજે કહ્યું હતું કે આજે આ કૌભાંડના કેટલાક વધુ નામ સામે આવતા અમે નવેસરથી તપાસ માગી હતી. આ એજ લોકો હતા જેમના નામ ભુલથી પહેલા ચાર્જશીટમાંથી નીકળી ગયા હતા.

મુખ્ય આરોપી અને ફરીયાદી અશ્વિને ક્હ્યું હતું કે અવારનવાર સરકારી ઓડિટ અને તપાસ કરતા હોવા છતાં પણ તેમને શેલ્ટર હોમમાં કંઇ જ ખરાબ દેખાતું નહતું. મુંબઇ સ્થિત તાતા ઇન્સટીટયુટ દ્વારા કરવામાં આવેલા ઓડિટમાં આનો ભાંડો ફુટયો હતો. વકીલે કહ્યું હતું કે તમામ અધિકારીઓ શેલ્ટર હોમમાં આવીને લાભ મેળવતા હતા. અંતે ભાંડો ફુટતા શેલ્ટર હોમના સંચાલક બ્રજેશ ઠાકુરની ધરપકડ કરવામાં આવી હતી અને તેને પતિયાલાની જેલમાં મોકલી અપાયો હતો.

Gujarat Government Advertisement

Related posts

પશ્ચિમ બંગાળમાં રાજકીય જંગ યથાવત, નંદીગ્રામ સીટની ચૂંટણી પ્રક્રિયાને મમતા બેનર્જીએ હાઇકોર્ટમાં પડકારી

Damini Patel

ચેતી જજો: સાબરમતી નદીમાંથી મળી આવ્યા કોવિડ-19ના વાયરસ, તમામ સેમ્પલ સંક્રમિત આવતા તંત્ર દોડતું થયું

pratik shah

અસંતોષ : યેદિરુપ્પામાં મુખ્યમંત્રી બની રહેવા માટે જોશ અને હિંમતની ઉણપ, ધારાસભ્યનું નિવેદન

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!