GSTV
Home » News » અડધી કિંમતે ઘરે લઇ જાઓ મનપસંદ બાઇક, ફરી નહી મળે આવી જબરદસ્ત ઑફર

અડધી કિંમતે ઘરે લઇ જાઓ મનપસંદ બાઇક, ફરી નહી મળે આવી જબરદસ્ત ઑફર

Hero MotoCorp price hike

દેશની જાણીતી ટૂ-વ્હીલર નિર્માતા કંપની હીરો મોટોકોર્પ (Hero Motocorp)એ બાયબેક (Buyback) સ્કીમ લોન્ચ કરી છે. આ સ્કીમ હેઠળ તમે 5 વર્ષમાં તમારું સ્કૂટર કંપનીને પાછું વેચી શકશો અને તમને એક્સ-શોરૂમ કિંમતના લગભગ 57થી 65 ટકાની વચ્ચે મળી શકશે. આ સ્કીમ અંગે વધુ માહિતી માટે નજીકમાં આવેલા હીરો મોટોકોર્પ ડીલરશિપ સ્ટોરની મુલાકાત લેવી પડશે.

ગ્રાહકોને નવા સ્કૂટર અને બાઇકની ખરીદીની સાથે CredR તરફથી એક ગેરન્ટીડ બાયબેક સર્ટિફિકેટ આપવામાં આવશે. જે હેઠળ આ સ્કીમ વાહનની ખરીદીના 6 મહિનાથી માંડીને 5 વર્ષ સુધી લાગુ થશે. આ દરમિયાન જો ગ્રાહક કંપનીને પાછું તેનું ટૂ વ્હીલર આપશે તો તે 57થી 65 ટકાની વચ્ચે કિંમત મેળવી શકશે.

5 વર્ષ જૂના ટૂ વ્હીલર પર આ સ્કીમ લાગુ પડશે. જો તમારે 50 હજાર રૂપિયા એક્સ શો રૂમ કિંમત વાળું એક બ્રાન્ડ ન્યૂ સ્કૂટર ખરીદવું છે અને તેને 3 વર્ષ બાદ કંપનીને પાછું વેચશો તો એક્સ શો રૂમાના 60 ટકા પ્રમાણે 30 હજાર રૂપિયા પાછા મળશે. આવામાં ગ્રાહકને બ્રાન્ડ ન્યૂ સ્કૂટરની કિંમત માત્ર 20 હજાર રૂપિયા પડશે. એટલે કે ગ્રાહકે આમાં 6,666 રૂપિયા વાર્ષિક ખર્ચ કર્યો, જે મહિને 555 રૂપિયા અને રોજના 18.50 રૂપિયા થશે.

Read Also

Related posts

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર નહાવાના પાણીમાં ઉમેરી દો આ વસ્તુ, પછી જુઓ કમાલ

Bansari

મોડાસાના બામણવાડ ગામે અનુસૂચિત જાતિના યુવક પર હુમલો, 15 લોકો સામે ફરિયાદ

Nilesh Jethva

જોધપુરમાં 4 વર્ષની બાળકી પડી બોરવેલમાં, એસડીઆરએફની ટીમ પહોંચી મદદે

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!