GSTV
Home » News » HDFC બેકમાં ખાતું ધરાવતા લોકો માટે ખાસ ખબર, બેંકે ગ્રાહકોને આપી ચેતવણી

HDFC બેકમાં ખાતું ધરાવતા લોકો માટે ખાસ ખબર, બેંકે ગ્રાહકોને આપી ચેતવણી

hdfc bank

નોટબંધી બાદ દેશ ડિજિટલાઈજેશન તરફ પ્રચંડ ગતિથી આગળ વધી રહ્યો છે. આજે મોટાભાગના પૈસાની લેવડ-દેવડ ઑનલાઈન માધ્યમથી થઈ રહી છે. એવામાં ઑનલાઈન બેંકિંગ ફ્રોડ મામલો પણ ઝડપથી વધી રહ્યો છે. એચડીએફસી બેંકે પોતાના ગ્રાહકોને ઑનલાઈન ટ્રાન્જેક્શનને લઇને એલર્ટ જાહેર કર્યુ છે.

એચડીએફસી બેંકે પોતાના ગ્રાહકોને SMS મોકલીને સાવધાન કર્યા છે. એચડીએફસી બેંકે ગ્રાહકોને સ્પષ્ટ ચેતવણી આપતા કહ્યું કે ભૂલથી પણ પોતાના મોબાઈલમાં એનીડેસક નામની એપ ડાઉનલોડ કરશો નહીં. જો તમે આ એપને ડાઉનલોડ કરો છો તો તમારું બેંક એકાઉન્ટ ખાલી થઇ જશે.

બેંકે જણાવ્યું, અમને જાણવા મળ્યું છે કે યૂપીઆઈ પ્લેટફોર્મ પર અમૂક છેતરપિંડીવાળી લેવડ-દેવડ થઇ છે. ઠગ આ એપની મદદથી વિક્ટિમને મોબાઈલ ડિવાઈસ પર દૂરથી જ એક્સેસ કરીને બેંકિંગ ટ્રાન્જેક્શન કરી શકે છે. એચડીએફસી બેંકે ગ્રાહકોને આવી છેતરપિંડીથી બચાવવા માટે અમૂક વિકલ્પો જણાવ્યા છે, જેને ધ્યાનમાં રાખીશું તો તમે કોઈ પણ બેંક ફ્રોડથી છેતરપિંડીથી બચી શકો છો.

જો આ એપ તમારા ફોનમાં ભૂલમાંથી ડાઉનલોડ થઇ છે તો તાત્કાલિક રીતે તેને ડિલીટ કરી દો. પેમેન્ટ અને મોબાઈલ બેંકિંગની એપને લૉક ફીચર અનેબલ કરીને રાખો. અજ્ઞાત કોલરની જાહેરાત અને એસએમએસને આગળ ના વધારો. શંકાસ્પદ કૉલને તાત્કાલિક કાપી નાખો. સર્ચ એન્જિન પર મળેલી કસ્ટમર સર્વિસ નંબર ફ્રોડ થઈ શકે છે, તેના પર ભરોસો ના કરવો. કોઈ કૉલર અથવા વ્યક્તિથી પોતાનુ બેકિંગ પાસવર્ડ શેર ના કરો અને તેમના ફોનમાં સેવ ના કરો.

ઉલ્લેખનીય છે કે એનીડેસક એક એવુ સૉફ્ટવેર છે, જે તમારા મોબાઈલ અથવા લેપટૉપ દ્વારા બેંક એકાઉન્ટ પરથી લેવડ-દેવડ કરી શકે છે. ઠગ યૂઝર્સને એનીડેસક નામની એપને પ્લે સ્ટોર અથવા એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરવાની લાલચ આપે છે.

યૂઝર્સના મોબાઈલ પર 9 ડિઝીટનો એપ કોડ જનરેટ થાય છે. જેમકે ઠગ આ કોડને પોતાની ડિવાઈસ પર ઈન્સર્ટ કરે છે, ઠગને યૂઝર્સના મોબાઈલ ફોનનો એક્સેસ મળી જાય છે. ઠગ યૂઝર્સના મોબાઈલ ફોન પરથી ટ્રાન્જેક્શન કરી શકે છે. આ એપને ડાઉનલોડ કર્યા બાદ પોતાની ડિવાઈસ પર યૂઝરનો કંટ્રોલ રહેતો નથી. સાઈબર ગુનેગાર તેના દ્વારા કોઈ પણ ભાગ પરથી ડિવાઈસને રિમોટલી એક્સેસ કરીને બેંક ખાતુ ખાલી કરી નાખે છે. ઉલ્લેખનીય છે કે આરબીઆઈએ આ એપને લઇને પહેલા ચેતવણી આપી હતી.

READ ALSO

Related posts

એવેન્જર્સ એન્ડગેમ: ચીનમાં મચાવી ધૂમ, કરી કરોડોની કમાણી

Path Shah

નાસાએ મંગળની ધરતી પર પ્રથમ વખત ધરતીકંપ નોંધ્યો

Path Shah

ગાંધીનગર લોકસભા બેઠકનાં બાપુપુરા બૂથ પર બોગસ વોટીંગનો મામલો, ફેરમતદાનની માગ

Riyaz Parmar