જમીનના NA સર્ટીફિકેટ માટે ગાંધીનગરમાં ખાસ બેઠક, નવી શરતો છે આ

ગાંધીનગરમાં દર બે મહિને રાજ્ય સરકારના મહેસૂલ વિભાગ દ્વારા તમામ કલેકટરો સાથે યોજાય છે. જેના ભાગરૂપે યોજાયેલી બેઠકમાં તમામ કલેકટરો સાથે NAની નવી શરતીની ફેરબદલી અંગે ચર્ચા કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા જમીન બાબતે સર્ટિફિકેટ મેળવવા માટે NA મહત્વપૂર્ણ ગણવામાં આવે છે. તેને ઓનલાઈન કરવામાં આવ્યું છે.

તેનો વધુ પડતો પ્રતિસાદ મળતાની સાથે જ રાજ્ય સરકાર હવે જમીનને જૂની શરતમાં ફેરવવા માટેની પ્રક્રિયાને પણ ઓનલાઈન કરવાનું વિચારી રહી છે ત્યારે આવનારા સમયમાં અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. બે મહિના સુધી સમગ્ર ગુજરાતમાં જૂની શરતમાંથી નવી શરત જમીન ફેરબદલી કરવા માટે ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવશે. પ્રક્રિયા ઓનલાઈન થઈ જવાને કારણે ઓનલાઇન પેમેન્ટ કરી શકશે. જેથી કોઈ પ્રકારની ઝંઝટ નહીં અને કામ પણ સરળતાથી અને ઝડપી થઈ શકશે.

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter