GSTV

દિલ્હીમાં શરદ પવારના ઘરે 3 રાજ્યના CM, ફારૂક અબદુલ્લા વચ્ચે ખાસ બેઠક

લોકસભાની ચૂંટણી પહેલા વિપક્ષીને એકજૂટ કરવા દિલ્હીમાં એનસીપી સુપ્રીમો શરદ પવારના નિવાસ સ્થાને વિપક્ષના નેતાઓની બેઠક મળી. આ બેઠકમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ, પશ્વિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જી, કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્ય પ્રધાન ફારૂખ અબ્દુલ્લા અને આંધ્ર પ્રદેશના સીએમ ચંદ્રબાબુ નાયડુ હાજર રહ્યા. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં 2019માં પીએમ મોદીના વિજય રથને રોકવા માટે ચર્ચા કરવામાં આવી હતી. મહત્વપૂર્ણ છે કે, આ પહેલા પણ શરદ પવારના નિવાસ સ્થાને વિપક્ષના નેતાઓની બેઠક મળી હતી. જેમા મોટી સંખ્યામાં વિપક્ષના નેતાઓ હાજર રહ્યા હતા.

Related posts

દેશના વિવિધ પ્રદેશો સાથે સ્ટેચ્યુ ઓફ યુનિટિને જોડતી આઠ ટ્રેનોનું પીએમ મોદીએ કર્યું ઈ-લોકાર્પણ, લીલી ઝંડી બતાવીને ટ્રેનોને કરાવી પ્રસ્થાન

pratik shah

દિલ્હી: EDનું મોટું એક્શન, હવાલા કારોબારમાં સંડોવાયેલ 2 ચીની નાગરિકોની કરી ધરપકડ

Pritesh Mehta

લેસ્બિયન અફેર : ભાડાના મકાનમાં સાથે રહેતા હતા એક છોકરો અને એક છોકરી, આ રીતે ખુલ્યું રહસ્યય

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!